Sat,20 April 2024,1:04 pm
Print
header

કચ્છ દરિયાઇ સરહદેથી રૂ.10 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળ્યો, 24 કલાકમાં 2 પેકેટ મળ્યાં

કચ્છ:  લખપતના ક્રિક નજીક BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે રવિવારે સાંજે તેમને બિન વારસી હાલતમાં ડ્રગ્સનું એક કિલોનું એક પેકેજ મળી આવ્યું હતુ, આજે પણ વધુ એક પેકેટ મળી આવ્યું છે, આ બંને પેકેટની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ થાય છે, થોડા મહિનાઓ પહેલા ભારતીય કોસ્ટગાર્ડે અલ મદીના નામની પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી, જેમાં કેટલોક જથ્થો જપ્ત કરાયો હતો, કેટલાક પેકેટ કેરિયરોએ દરિયામાં નાખી દીધા હતા, ત્યાર બાદ દરિયા કિનારાના વિસ્તારોથી ડ્રગ્સના પેકેટ મળી રહ્યાં છે.

ગુજરાતમાં પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે, મે મહિનામાં કોસ્ટગાર્ડે જખૌ-ઓખા વચ્ચેની ભારતીય દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ અલ મદીનામાંથી કેરિયરો સાથે 500 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કેરિયરોએ 136 પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા, જેમાંથી અત્યાર સુધી 15 પેકેટ મળી આવ્યાં છે, અને ડ્રગ્સના વધુ જથ્થાની શોધખોળ થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch