Wed,15 July 2026,12:20 am
Print
header

કચ્છમાં AAP ના નેતા સામે 9 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ દાખલ

  • Published By
  • 2026-07-05 12:50:08
  • /

AAP ના નેતા સામે 9 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ 

AAP ના આ નેતાનો છે ગુનાહિત ઈતિહાસ 

નાણાં પરત માંગતા મહિલા પ્રમુખને વ્યાજખોરીના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી 

ભૂજઃ આમ આદમી પાર્ટી (આપ)ના કચ્છ ઝોનના પ્રમુખ સંજય બાપટ સામે પોતાના જ પક્ષના જિલ્લા મહિલા પ્રમુખ કાન્તાબેન ગાંગજીયાણી પાસેથી રૂ.9 લાખ મેળવી પરત ન આપી વિશ્વાસઘાત અને ઠગાઈ કરવા બદલ ભૂજ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 

નાણાં પરત માંગવા બદલ આરોપીએ મહિલા નેતાને વ્યાજખોરીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. માર્ચ 2024માં સંજય બાપટે એક વર્ષના વાયદા સાથે રૂ. 9 લાખની માંગણી કરી હતી. મહિલા પ્રમુખે RTGS મારફતે આ રકમ ચૂકવી હતી, જેની સામે બાપટે બાંહેધરી રૂપે ત્રણ ચેક આપ્યા હતા. જો કે, સમય મર્યાદા પૂર્ણ થવા છતાં તેણે નાણાં પરત કર્યા ન હતા. નાણાં પરત ન આપવા પડે તે માટે બાપટે તેના મિત્ર મારફતે મુંદરા પોલીસમાં કાન્તાબેન વિરુદ્ધ વ્યાજખોરીની ખોટી અરજી કરાવી હતી.

માર્ચ 2026 માં પૂર્વ જિલ્લા પ્રમુખની હાજરીમાં રૂપિયા માંગતા, બાપટે ફરી વ્યાજખોરીના ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. આરોપી સંજય બાપટ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. મે 2026માં પ્રાગપર પોલીસ મથકે બાપટ અને તેના સાગરીતો સામે ખંડણી, લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. જુલાઈ 2021માં મુંદ્રા પોલીસ મથકે મુંબઈના એક વૃદ્ધાનું મકાન ભાડે રાખ્યાં બાદ પચાવી પાડવા બદલ બાપટ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. હાલમાં મહિલા નેતાની અગાઉની અરજીના આધારે પોલીસે સંજય બાપટ વિરુદ્ધ વિધિવત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch