Fri,19 April 2024,10:35 am
Print
header

ફરજ દરમિયાન પોલીસ જીપમાં મ્યૂઝિક પર મસ્તી પડી ભારે, ગાંધીધામ A-ડિવિઝનના ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ- Gujarat Post

કચ્છઃ ત્રણ પોલીસ કર્મીઓને ફરજ દરમિયાન ગણવેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ વર્દી પહેરીને જીપમાં એક ગીત ઉપર ઝૂમી રહ્યાં હતા, જેનો વીડિયો વાયરલ થતા SPએ ત્રણેયને સસ્પેન્ડ કર્યાં છે. સામાન્ય રીતે ટ્રાફીક નિયમન તોડનાર લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પોલીસ કરતી હોય છે પણ પોલીસ ખુદ નિયમોના ધજાગરા ઉડાવે તો તે પણ સજાને પાત્ર જ છે. 

પૂર્વ કચ્છ SP મયુર પાટિલે જણાવ્યું કે ત્રણ પોલીસકર્મીઓ વર્દીમાં મ્યુઝિક પર ઝૂમી રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.વીડિયોમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજા મહેન્દ્ર હિરાગર, જગદીશ ખેતાભાઇ સોલંકી,હરેશ ઇશ્વરભાઇ ચૌધરીએ નિયમોનો ભંગ કર્યો હતો. ડ્રાઇવરે સિટબેલ્ટ પણ પહેર્યો ન હતો અને આ ત્રણેયે પોલીસ શિસ્તનો ભંગ કર્યો છે.જેથી તેમની સામે આ કાર્યવાહી કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch