Fri,30 September 2022,3:05 pm
Print
header

ભાજપ સરકાર સામે જસદણમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, કુંવરજી બાવળિયાની ગેરહાજરી- Gujaratpost

સમાજની 9 માગ પડતર માંગો છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે

ચૂંટણી પહેલા જસદણમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન

રાજકોટઃ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા જસદણમાં કોળી સમાજનું આ શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે, જસદણ અને વીંછિયા તાલુકાના કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કોળી સમાજના આ મહાસંમેલનમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ ગેરહાજર રહ્યાં હતા.

જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરે જણાવ્યું હતું કે અમારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે.અમારો સમાજ મોટો અને પછાત હોવાથી અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગમમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ ખૂબ ઓછી છે, જેથી અમારા સમાજને રૂપિયા 5 હજાર કરોડની ગ્રાન્ટ આપવી જોઈએ.આ સંમેલનનો હેતુ એ છે કે અમારા સમાજમાં જે કુરિવાજો છે તેને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવી જોઇએ. સમાજની 9 માંગો પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી અમારી માગ છે. અમે આ સંમેલનમાં કુંવરજી બાવળિયા અને ભોળા ગોહિલને આમંત્રણ આપ્યું હતું છતાં પણ પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હાજર રહ્યાં નથી.

ચૂંટણી પહેલા હવે દરેક સમાજ પોતાની માંગોને લઇને સરકાર સામે મોરચો ખોલી રહ્યો છે, હાલમાં જ માલધારી સમાજે પોતાની માંગોને લઇને ભવ્ય સંમેલન કર્યું અને ભાજપ સરકારે તાત્કાલિક તેમની માંગો પુરી કરવી પડી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch