Fri,19 April 2024,9:07 am
Print
header

Corona Vaccine: રસીકરણના 88 દિવસમાં 58 લાખ ડોઝ વેડફાયા, રોજનું આશરે રૂ.1 કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને મ્હાત આપવા રસીકરણ ચાલી રહ્યું છે તેમ છતાં કોરોના કાબુમાં આવવાને બદલે બેફામ બની રહ્યો છે. દેશમાં રસીકરણ શરૂ થયું ત્યારથી લઈ અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં રસીના 58 લાખથી વધારે ડોઝ બર્બાદ થયા છે. કેન્દ્ર સરકારે દરેક ડોઝ 150 રૂપિયાની કિંમતે ખરીદ્યા હતા આ હિસાબે રસીકરણના 88 દિવસમાં સરકારે 87 કરોડનું નુકસાન થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી ચુકી છે.

વિવિધ રાજ્યોમાં રસીકરણના હાલના  સમીક્ષા રિપોર્ટમાં ખુલાસો થયો  છે કે અત્યાર સુધીમાં 58,36,592 ડોઝ બર્બાદ  થયા છે. જેની કિંમત આશરે 87.55 લાખ રૂપિયા છે. જેમાં સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રે બર્બાદ કર્યા છ. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રને 1.06 કરોડ ડોઝ  આપવામાં આવ્યા હતા. જેમાંથી 90 લાખનો વપરાશ થયો છે. જ્યારે પાંચ લાખથી વધુ ડોઝનો વિવિધ કારણોસર નાશ કરવો પડ્યો છે. આ કારણે આશરે સાડા સાત કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
રિપોર્ટ અનુસાર કેરળને બાદ કરતાં અન્ય કોઈ રાજ્યમાં રસી બર્બાદ થયાનો દર શૂન્ય નથી. રસીના ડોઝ બર્બાદ થતાં હોવાને લઈ પાંચ વખત રાજ્યોને કડક સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં હજુ પણ રસી બર્બાદ થવાનો દર આઠથી નવ ટકા છે, જે ચિંતાજનક છે.

કેન્દ્ર સરકારના કહેવા મુજબ તેઓ ડોઝ દીઢ 150 રૂપિયા ફાર્મા કંપનીને આપી રહ્યાં છે, જ્યારે 100 રૂપિયા સર્વિસ ચાર્જ ઉમેરીને ડોઝ દીઢ 250 રૂપિયાની ચૂકવણી કેન્દ્ર કરે છે. આ રીતે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો આ રીતે જ ડોઝ વેડફાતા રહેશે તો બે સપ્તાહમાં જ નુકસાનીનો આંકડો 100 કરોડને પાર થઈ જશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch