Tue,23 April 2024,10:02 pm
Print
header

તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ઘણા લોકોને સાંધાનો દુખાવો પરેશાન કરતો હોય છે આ માટે ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ કરાય છે તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. તો જાણીએ સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા માટે તમે કયા ઘરેલું ઉપચાર અપનાવી શકો છો 

ઘરેલું ઉપચાર

આદુ

આદુમાં એંટી ઇન્ફ્લેમેટરી સંયોજનો હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે.જડીબુટ્ટી જીંઝરોલ નામના સંયોજનમાં સમૃદ્ધ છે, જે એંટી ઇન્ફ્લેમેટરી છે.આદુના તેલનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય આદુની ચા પીવાથી મદદ મળી શકે છે. તમે આદુ ગરમ પાણીમાં મધ અને લીંબુ સાથે મિક્સ કરી શકો છો. જ્યાં સુધી પીડા ઓછી થાય ત્યાં સુધી તમે દિવસમાં 2-3 કપ પાણી પી શકો છો.

હોટ અને કોલ્ડ કોમ્પ્રેશન

બંને ગરમ અને કોલ્ડ કોમ્પ્રેસ એંટી ઇન્ફ્લેમેટરી તરીકે કામ કરે છે ગરમી સ્નાયુઓને આરામ આપે છે. તમે ઘૂંટણનો સોજો ઘટાડવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો તમે ગરમ પાણીની બોટલ અથવા ગરમ પેડનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈ કપડામાં આઇસ ક્યુબ લપેટી શકો છો અને તેને જ્યાં દુખાવો હોય ત્યાં લગાવી શકો છો.

હળદર

હળદરથી સ્વાસ્થ્ય માટે ઘણી ગુણકારી અને લાભકારક છે તેમાં એન્ટિસેપ્ટિક, એંટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓકિસડન્ટ ગુણધર્મો છે. તેમાં કર્ક્યુમિન હોય છે જે હળદરમાં જોવા મળતું એંટી ઇન્ફ્લેમેટરી કેમિકલ છે જેમાં ઘણા એન્ટી ઓકિસડન્ટ ગુણ હોય છે. તે સંધિવાને ઘટાડવામાં મદદ કરે છે. રાહત માટે અડધો ચમચી આદુ અને હળદર એક કપ પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળીને ગાળી લો, સ્વાદ મુજબ મધ નાખો અને તમે આ ચાનો દિવસમાં બે વખત ઉપયોગ કરી શકો છો.

એસેન્શીયલ ઓઇલ્સ

આવશ્યક તેલોથી માલિશ કરવાથી તમને સાંધાના દુખાવામાં ત્વરિત રાહત મળી શકે છે. કેટલાક અધ્યયનો અનુસાર, આદુ અને નારંગીના એસેન્શીયલ ઓઇલ્સ ઘૂંટણની પીડાથી છુટકારો મેળવવામાં સારી રીતે કાર્ય કરે છે. તે સ્ટીફનેસને દૂર કરે છે અને પીડા ઘટાડે છે.

તુલસી

તુલસી રુમેટોઇડ સંધિવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એંટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી-સ્પાસમોડિક ગુણધર્મો છે.તુલસી સાંધાનો દુખાવો અને સંધિવાને દૂર કરવા માટે પણ કામ કરે છે. ઘૂંટણની પીડાથી રાહત મેળવવા માટે તમે દિવસમાં 3-4 વખત તુલસીની ચા પી શકો છો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar