Tue,17 June 2025,10:28 am
Print
header

કિર્તીનો નવો કાંડ, યૂ ટ્યૂબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા પર હુમલામાં કિર્તીનો હાથ ? Gujarat Post

  • Published By
  • 2025-02-23 12:14:54
  • /

રાજકોટઃ ટિકટોકથી ગુજરાતમાં જાણીતી થયેલી અને અવાર નવાર વિવાદમાં આવતી કીર્તિ પટેલ ફરી ચર્ચામાં છે. ગીર સોમનાથના સૂત્રપાડામાં યૂટ્યૂબર રોયલ રાજા ઉર્ફ દિનેશ સોલંકી પર થયેલા ઘાતકી હુમલામાં કીર્તિ પટેલનો હાથ હોવાની ચર્ચા વહેતી થઈ છે.આ હુમલા અંગે કહેવાય છે કે ત્રણેક ગાડીઓમાં આવેલા 10 જેટલા લોકોએ દિનેશ સોલંકી પર હુમલો કર્યો હતો,  હુમલાખોરોએ કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.  

હુમલાખોરોએ રોયલ રાજાનું અપહરણ કરી લૂંટ ચલાવી હોવાની ચર્ચા છે. હુમલો કરતી વખતે કીર્તિ પટેલે વીડિયો કોલ કર્યો હોવાનું પણ કહેવાય છે. વીડિયો કોલમાં કીર્તિ પટેલે એવું કહ્યું હતું કે, રોયલ રાજાની મૂંછ અને વાળ સારા નથી લાગતા, એટલે કાપી નાખો. બાદમાં હુમલાખોરોએ દિનેશ સોલંકી ઉર્ફ રોયલ રાજાની મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતા. હાલમાં દિનેશ સોલંકી વેરાવળની સરકારી હોસ્પિટલમાં દાખલ છે.

આ સમગ્ર ઘટનામાં એવું પણ કહેવાય છે કે દિનેશ સોલંકીએ ખજૂરભાઈની ફેવર કરતી પોસ્ટ કરી હતી. જેની અદાવતમાં આ હુમલો કર્યો હોવાનો દાવો છે. આ ઘટના બાદ કીર્તિના કહેવાથી હુમલાખોરોએ રોયલ રાજાના વાળ અને મૂંછો કાપી નાખી હતી. બાદમાં રોયલ રાજા પાસે માફી મગાવતો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો.ત્યારે હવે આ કેસમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch