Fri,19 April 2024,1:14 pm
Print
header

તાનાશાહનો આદેશઃ ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક જો વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો મળશે મોતની સજા

ઉત્તર કોરિયાઃ કિમ જોંગ ઉન પોતાની તાનાશાહીને લઈને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો આદેશ બહાર પાડ્યો છે કે, ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક જો વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મોતની સજા ફટકારવામાં આવશે. કિમ જોંગ ઉને એવો આદેશ પણ આપ્યો છે કે જો કોઈ પાસેથી અમેરિકી, જાપાની અને દક્ષિણ કોરિયાના વીડિયો મળશે તો તેને પણ મોતની સજા આપવામાં આવશે.વિદેશી હેર સ્ટાઈલ અપનાવે તો તેના માતા-પિતાને સજા આપવામાં આવશે. જો કોઇ કર્મચારી દોષી હશે તો ફેક્ટરીના માલિકને સજા મળશે.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સરકારી મીડિયાને તાજેતરમાં જ એક પત્ર લખ્યો હતો.આ ચિઠ્ઠી દ્વારા યુવાનોને વિનંતી કરવામાં આવી કે તેઓ યુવાનોમાં અપ્રિય, વ્યક્તિવાદી, સમાજવિરોધી વર્તન વિરૂદ્ધ અભિયાન છેડે. આ તરફ દક્ષિણ કોરિયાના લોકોનું કહેવું છે કે, તાનાશાહ વિદેશી ભાષણો, હેરસ્ટાઈલ અને કપડાંઓને ખતરનાક ઝેર માને છે.તેમના મતે તાનાશાહ કિમ જોંગ ઉન નથી ઈચ્છતા કે તેમના નાગરિકો દક્ષિણ કોરિયાની ઝાકમઝોળ ભરેલી ટીવી સીરિયલ અને ફિલ્મો જુએ. કિમ જોંગ ઉન યુવાનોમાં ભય સર્જીને તેમના સપના ખતમ કરવા માંગે છે. કિમનું માનવું છે કે જો બીજા દેશની સંસ્કૃતિ તેના દેશમાં પહોંચી તો નાગરિકો તેના વિરૂદ્ધ ઉભા થઈ શકે છે. તેઓ તાનાશાહીનો વિરોધ પણ કરી શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch