Fri,19 April 2024,6:35 am
Print
header

તાનાશાહ કિમ જોંગની આ હરકતથી વિશ્વ ચિંતામાં, પરમાણું રિએક્ટર ફરીથી કર્યું શરૂ

ફાઇલ ફોટો 

ઉત્તર કોરિયાઃ પોતાના ખતરનાક નિર્ણયો અને વિરોધીઓની ક્રૂર રીતે હત્યા માટે જાણીતા તાનાશાહ કિમ જોંગ ઉન ફરીથી ચર્ચામાં છે, છેલ્લા ઘણા સમયથી દુનિયા સામે ન આવેલા કિમ જોંગ ઉને હવે વિશ્વની ચિંતા વધારી દીધી છે. ઉત્તર કોરિયાએ ફરીથી પરમાણું રિએકટર શરૂ કરી દીધું છે, જેમાં પરમાણું હથિયારો બનાવવામાં આવશે.

અગાઉ અમેરિકાએ પણ ઉત્તર કોરિયાની હરકતોને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને તેમની સામે કાર્યવાહીના સંકેત આપ્યાં હતા જો કે કિમે કોઇની પણ ચિંતા કર્યા વિના હવે દુનિયાને ડરાવવાનું શરૂ કરી દીધું છે. હાલમાં ઉત્તર કોરિયા પાસે 60 જેટલા પરમાણું બોમ્બ છે જે દુશ્મનોને તબાહ કરી શકે છે અને હવે તેમાં પણ વધારો થશે. પરમાણું રિએક્ટરમાં નવા બોમ્બ બનાવવાનું શરૂ કરાયું હોવાના અહેવાલથી અમેરિકા જેવા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch