Sat,20 April 2024,6:28 pm
Print
header

શરીરમાં કિડનીને બગડતી રોકવી હોય તો આ ભૂલો કયારેય કરશો નહીં

કિડનીનું કામ શરીરમાં પાણીના પ્રમાણને સંતુલનમાં રાખવાનું છે. કિડની શરીરમાં મીઠા અને પાણીના પ્રમાણને રેગ્યુલેટ કરે છે. કિડનીનો શરીરમાં મહત્વનો રોલ હોય છે. એટલા માટે તેની કાળજી કરવી વધારે જરૂરી છે. વધારે પાણીને ફિલ્ટર કરતા શરીરમાં કેમિકલ બેલેન્સ બનાવી રાખવાનું કામ થાય છે. ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની ઘણી ખરાબ અસર થાય છે. 

યૂરિન રોકી રાખવું

કેટલીક મહિલાઓને પબ્લિક બાથરૂમમાં જવામાં પરેશાની થવાને કારણે તે વધુ સમય સુધી યૂરીનને રોકીને રાખે છે. આમ કરવું કિડની માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેનાથી યૂટીઆઇ થઇ શકે છે, પેલ્વિક એરિયાના મસલ્સને નુકશાન, કિડનીની પથરી થઇ શકે છે.આપણું બ્લેડર લગભગ બે કપ લિક્વિડને ત્રણથી ચાર કલાક સુધી હોલ્ડ કરીને રાખી શકે છે. 

લાંબો સમય બેસી રહેવું

આ હકિકત છે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી અને એક્સરસાઇઝ ન કરવાથી કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે. તમે કોઇ પણ પ્રકારની એક્સરસાઇઝ કરીને પોતાના હાર્ટના મસલ્સને સ્વસ્થ રાખી શકો છો જેનાથી કિડનીને પોતાના કાર્યો કરવામાં ફાયદો થાય છે.

ભરપુર પાણી પીવું

આપણા અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે આપણા શરીરને હાઇડ્રેટ કરવું જરૂરી હોય છે પાણી બોડીમાં રહેલ ટૉક્સિનને બહાર નિકાળવામાં હેલ્પ કરે છે અને તેનાથી કિડની માટે તમારી સિસ્ટમને સાફ કરવી સરળ બની જાય છે પરંતુ જો તમે પર્યાપ્ત પાણી નથી પીતા તો તમને યૂટીઆઇ અને કિડનીની પથરી થવાનું જોખમ રહે છે. એટલા માટે દિવસમાં ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જોઇએ.

સ્મોકિંગ અને આલ્કોહોલ 

સિગરેટ પીવાથી આપણી કિડનીના ટૉક્સિન્સને ફિલ્ટર કરવું મુશ્કેલ બની જાય છે દારૂ ડીહાઇડ્રેશનનું કારણ બને છે અને તરલ પદાર્થોને સંતુલિત કરવાની કિડનીની ક્ષમતાને નુકસાન પહોંચે છે તેનાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar