Thu,25 April 2024,6:06 pm
Print
header

ભાજપ સામે એક થવાની તૈયારીઓ ! નરેશ પટેલે AAP ના વખાણ કરીને કહ્યું સીએમ અમારા સમાજના હોવા જોઇએ

ખોડલધામઃ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવાજૂની શરૂ થઇ ગઇ છે અગાઉ પાટીદાર અનામત આંદોલન વખતે ભાજપની સરકારે પાટીદાર સમાજના યુવકો પર અત્યાચાર કર્યો હતો અનેક યુવાનોના મોત થયા હતા હજુ પણ યુવાનો પર પોલીસ કેસ ચાલી રહ્યાં છે જે તે સમયે સમાજની સંસ્થાની પણ આલોચના થઇ હતી કે તેઓએ સમાજના યુવાનો માટે કંઇ કર્યું નથી ત્યારે હવે ચૂંટણીઓ પહેલા આજે ખોડલધામ કાગવડમાં કડવા-લેઉવા પટેલોની સંસ્થાઓની બેઠક મળી છે જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે.

નરેશ પટેલે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના વખાણ કરીને કહ્યું કે આપ સારૂ કામ કરી રહી છે સાથે જ તેમને કહ્યું કે પાટીદાર સમાજ ખુબ મોટું પ્રતિનિધિત્વ ધરાવે છે અને મુખ્યપ્રધાન પટેલ સમાજનો હોવો જોઇએ. તેમને એ પણ કહ્યું કે સમાજને કેશુબાપા પછી કોઇ મોટા નેતા મળ્યાં નથી. બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ, અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ સુરત સહિતની 7 સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત છે 

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા સંસ્થાન, દિનેશ કુંભાણી, દિલીપ નેતાજી, ઉંઝા ઉમિયા મંદિર, રમેશભાઇ દુધવાલા, વાસુદેવ પટેલ, હંસરાજભાઇ ધોરૂ, કચ્છ, લવજી બાદશાહ, ઉધોગપતિ-સુરત, મૌલેશભાઇ ઉકાણી- ઉધોગપતિ, જેરામબાપા, સિદસર ધામ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે ત્યારે હાલમાં તો આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા અને પોતાની માંગો સ્વીકારવા આ તૈયારીઓ થતી દેખાઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch