Tue,14 January 2025,11:42 am
Print
header

ઠાસરા તાલુકામાં બે સગાભાઈઓ સહિત 3 લોકોના વીજ કરંટ લાગવાથી મોત, પરિવારમાં હૈયાફાટ રુદન

ખેડાઃ ઠાસરા તાલુકાના ધુણાદરામાં બે સગાભાઈઓ સહિત 3 લોકોના વીજ કરંટ લાગવાથી મોત થયા છે. ન્હાવા ગયેલો એક વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ બીજા વ્યક્તિ દ્વારા તેને બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો હતો અને ત્રીજો વ્યક્તિ તે બંનેને બચાવવા જતા ત્રણેય વ્યક્તિઓનાં મોત થયા હતા.

એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થતા પરિવારમાં માતમ

ધુણાદરાના પરમારપુરામાં ભાનુભાઈ બુધાભાઈ પરમાર, જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ગુણવંતભાઈ પરમારને કરંટ લાગવાથી મોત થયા છે. એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. ત્રણેય મૃતકોને 108 મારફતે ડાકોરની  હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch