Sat,20 April 2024,12:13 pm
Print
header

ખેડાઃ ગળતેશ્વરમાં ટ્રિપલ અકસ્માતમાં એક જ કુટુંબના 2 યુવકનાં મોત, ડમ્પરે ટક્કર મારતાં બાઇક ટ્રક સાથે અથડાઈ

ખેડાઃ જિલ્લાના ગળતેશ્વરમાં ગતરાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. નોકરી પરથી બે યુવકો બાઇક પર ઘરે પરત આવી રહ્યાં હતા ત્યારે ટ્રિપલ અકસ્માત થયો હતો.એક જ કુટુંબના આ બે યુવકનાં અકસ્માતમાં અકાળે મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું છે. આ બંન્ને યુવક સેવાલિયા-ગોધરા રોડ પાસે રિવર્સ લઈ રહેલા ડમ્પરની ટક્કરથી રોડ પર પટકાયા અને સામેથી આવતી ટ્રકે બંન્નેને 30 ફૂટ ઘસડતાં તેમનાં મોત થયાં છે. સેવાલિયા પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

જનપથ હોટલ નજીક પસાર થઈ રહેલી બાઈક (નં. GJ-7-BP-9251)ને અકસ્માત નડ્યો હતો. આ બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પર (નં. GJ-17-UU-3611)ના ચાલકે પોતાનું વાહન રિવર્સ કરી રોડ પર લાવી દીધું હતું, જેને કારણે બાઇક આ ડમ્પર સાથે અથડાતાં બાઈકચાલક અને પાછળ બેઠેલો યુવક રોડ ઉપર પટકાયા હતા. તેવામાં સામેથી આવતી ટ્રક (નં. GJ-17-UU-4798)ની નીચે આવી જતાં આશરે 30 ફૂટ સુધી રોડ પર ઘસડાયા હતા, જેને કારણે આ બન્ને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અકસ્માત બાદ ડમ્પર અને ટ્રકચાલક વાહન મૂકી ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા.ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પોલીસને બન્ને મૃતક બાઈકચાલક વિજય રાજુભાઈ મારવાડી (ઉં. વ. 24) અને પાછળ બેઠેલા અજય તુલસીભાઈ મારવાડી (ઉં.વ.21) હોવાનું જાણવા મળ્યું છે આ બન્ને યુવકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસે ડમ્પર અને ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch