Wed,24 April 2024,2:01 am
Print
header

ખેડાના ભાજપના નેતાઓના પાપે લવાલ ગામે સારા સરપંચ ગુમાવ્યાં, હવે તેમની સર્વ સમાજ સેના મજબૂત બની રહી છે

ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણની મહેનત રંગ લાવી રહી છે, તેમને શરૂ કરેલા સંગઠન સર્વ સમાજ સેનામાં 15000 કરતા પણ વધુ કાર્યકર્તાઓ જોડાયા છે, હજુ આ સંગઠન મોટું બની રહ્યું છે, તેમને એક કેમ્પેઇન શરૂ કર્યું છે, જેમાં ગુજરાતમાં કોઇ પણ ગામના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય અને કોર્પોરેટર બનવા માંગતા હોય તેવા યુવાઓને સંગઠનમાં જોડાવાની શરૂઆત કરી છે, જેમાં કોઇ પણ સમાજ, જાતિ કે ધર્મનો ભેદભાવ નથી, જેના કારણે અત્યાર સુધી 15000 કરતા વધુ લોકો આ સંગઠનના કાર્યકર્તાઓ બન્યાં છે, જો તમે પણ સર્વ સમાજ સંગઠનમાં જોડાવવા 1માંગતા હોવ તો 8768888088 નંબર પર સંપર્ક કરી શકો છો, ટૂંક સમયમાં જ સરપંચની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં સર્વ સમાજ સંગઠન જે તે ગામના સારા ઉમેદવારો કે જેઓ ગામનો વિકાસ કરવા માંગે છે, તેમનો પ્રચાર કરશે અને તેમને ચૂંટણી જીતવામાં મદદ કરશે.

સાચો વિકાસ આ છે, 1500ની વસ્તી ધરાવતા ગામને સ્માર્ટ વિલેજ બનાવી દીધું 

30 વર્ષીય મહિપતસિંહ ચૌહાણ કોલકત્તામાં એક કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ તેમના લવાલ ગામની સ્થિતિ સારી ન હોવાથી તેઓએ વિકાસ કરવાનું નક્કિ કરીને ગામના સરપંચ બન્યાં, માત્ર 1500 ની વસતી ધરાવતા ગામમાં સીસીટીવી કેમેરા લગાવ્યાં, ગટર વ્યવસ્થા, કચરો લઇ જવા વાહન મુકાયા, ગામમાં લાઇટની વ્યવસ્થા કરાઇ, દારૂના અડ્ડા બંધ કરાવી દીધા, નિસંતાન પરિવારને ભોજન આપવાનું શરૂ કરાયું, ગામમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યાં, ગામમાં કોઇના ઘરે દિકરીનો જન્મ થાય તો તેની માતાને 10,000 રૂપિયા ઇનામ આપવાની શરૂઆત કરાઇ, સાથે જ ગરીબ પરિવારોની દિકરીઓના લગ્નનો ખર્ચ પણ મહિપતસિંહએ ઉપાડવાનો શરૂ કર્યો, આવા તો અનેક સમાજલક્ષી કામો તેમને શરૂ કર્યા હતા, જે ખેડા ભાજપના એક પણ નેતા અત્યાર સુધી નથી કરી શક્યા.

ભાજપના નેતાઓના ષડંયત્રથી સરપંચનું પદ ગુમાવવું પડ્યું 

લવાલના સરપંચ મહિપતસિંહના વિકાસના કામોની નોંધ લેવાવાની શરૂઆત થઇ ગઇ હતી, આટલી ઓછી ઉંમરમાં ગામનો વિકાસ કરીને તેમને એક સાચા સમાજ સેવકનું બિરુદ મળી ગયુ, જેથી કેટલાક ભાજપના નેતાઓઓને આ વાત પસંદ ન આવી, જેથી તેમની સામે ષડયત્રો શરૂ કરી દીધા, એક સમય એવો આવ્યો કે ભાજપના એક ધારાસભ્યએ તેમના પર હુમલો કર્યો, પોલીસે ફરિયાદ પણ ન લીધી, તેમના ગામને વિકાસ માટે મળેલી ગ્રાન્ટની રકમ કેન્સલ કરી દેવામાં આવી, તેમ છંતા તેઓ ભ્રષ્ટ નેતાઓ સામે લડ્યાં, પરતુ એવો સમય આવ્યો કે તેઓ ભાજપના નેતાઓના ષડયંત્રનો ભોગ બન્યાં અને તેમને સરપંચના પદેથી દૂર કરી દેવામાં આવ્યાં, જો કે આ ઘટના બાદ લોકોને ખબર પડી કે પીએમ મોદી જે કરવા માંગે છે તે સાચો વિકાસ લવાલ જેવા ગામડાઓમાં થયો છે, પરંતુ તેમના ભાજપના જ કેટલાક તત્વો દ્વારા પોતાના અંગત સ્વાર્થ અને કોન્ટ્રાકરોને ફાયદો કરાવવા અહી મોટા કૌભાંડો થઇ રહ્યાં છે.

સર્વ સમાજ સેવા મોટા સંગઠન તરફ 

લવાલના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણની નવી શરૂઆતમાં તેમની સાથે હજારો યુવકો અને યુવતીઓ જોડાઇ રહ્યાં છે, જે સંગઠન ખેડાના રાજકારણમાં પણ ભાજપ સામે ઉભું થશે, જેને લઇને ભાજપના નેતાઓ હજુ પણ મહિપતસિંહ સામે ષડયંત્રો કરી રહ્યાં છે, પરંતુ યુવાધન જે રીતે સર્વ સમાજ સંગઠનમાં જોડાઇ રહ્યું છે તે જોતા નક્કિ છે કે ખેડામાં હવે ભ્રષ્ટ નેતાઓ ષડયંત્રો સિવાય કઇ કરી શકશે નહીં, આગામી સરપંચની ચૂંટણીઓમાં આ સંગઠન મહત્વનો રોલ ભજવશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar