Tue,17 June 2025,10:14 am
Print
header

માતર તાલુકાના વારુકાંસ ચોકડી નજીક પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ટક્કર, 3 લોકોનાં મોત

  • Published By
  • 2025-05-11 10:01:56
  • /

ખેડાઃ માતર તાલુકાના વારુકાંસ ચોકડી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ટક્કર થતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.

માતર તાલુકાના વારુકાંસ ચોકડી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ભારે ટક્કર થઇ હતી. જેમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 4 લોકો ઘાયલ થયા છે.

રિક્ષામાં સિંજીવાડા ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો. ત્યારે આ માર્ગમાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારના સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch