Fri,19 April 2024,6:07 pm
Print
header

કઠલાલમાં ACB એ આવી રીતે પાર પાડ્યું ઓપરેશન, સર્કલ ઓફિસર-નાયબ મામલતદાર રૂ. 25 હજારની લાંચમાં ઝડપાયા- gujaratpost

ખેડાઃ જિલ્લાના વધુ એક લાંચિયા કર્મચારી સામે એસીબીએ સકંજો કસ્યો છે, નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા (વર્ગ-3), સર્કલ ઓફીસર અને નાયબ મામલતદાર, મામલતદાર કચેરી કઠલાલને 25 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં છે. આરોપીએ મામલતદાર કચેરીમાં જ લાંચની આ રકમ લીધી હતી, જે એસીબીએ રિકવર કરી લીધી છે.

ફરીયાદીના કાકા તથા દાદાએ પીઠાઇ ખાતે ખેતીની જમીન વેચાણ રાખેલી હતી. જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કઠલાલ સબ-રજીસ્ટ્રારની કચેરી ખાતે નોંધાયેલો હતો. કાચી નોંધ તા. 20.06.22 ના રોજ પડેલી હતી. સદર કાચી નોંધને 45 દિવસ પૂર્ણ થવા આવેલા હોવા છતાં આરોપી કર્મચારીએ કાચી નોંધને પ્રમાણિત કરીને પાકી નોંધ મંજુર કરી ન હતી. ફરીયાદી આ કર્મચારીને રૂબરૂ મળતા લાંચિયાએ કહ્યું કે હું આજે તમારી નોંધ નામંજુર કરીશ તો તમારે પ્રાંત કચેરી જવું પડશે. જેથી મને આટલા રૂપિયા આપવા પડશે. 

ફરીયાદીએ રકજક કરતા આરોપીએ કહ્યું કે તમે રૂ. 45 હજાર આપશો તો જ વેચાણ રાખેલી ખેતીની જમીનના દસ્તાવેજ અંગેની કાચી નોંધને પાકી નોંધ કરીને પ્રમાણિત કરી આપીશું, લાંચિયા કર્મચારીની માંગ બાદ ફરિયાદીએ 20 હજાર રૂપિયા એક દિવસ પહેલા આપી દીધેલા અને આજે 25 હજાર રૂપિયાની માંગ કરાઇ હતી, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો છે.

ટ્રેપિંગ અધિકારી, જે.આઇ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડીયાદ, સુપરવિઝન અધિકારી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એસીબી, અમદાવાદ એકમ અને એસીબીની તેમની ટીમે લાંચિયા કર્મચારીને રંગેહાથ લાંચ લેતા ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એસીબીના આ ઓપરેશનથી અન્ય લાંચિયાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch