Wed,16 July 2025,7:14 pm
Print
header

ખેડામાં ગાંધીપુરા પાટીયા પાસે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરનું મોત- Gujarat Post

  • Published By Panna patel
  • 2025-06-28 10:26:48
  • /

ખેડાઃ મોડી રાત્રે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આઇસરમાં ભીષણ આગ લાગી હતી. આગમાં ડ્રાઈવર જીવતો બળી જતા તેનું મોત થઇ ગયું છે. ખેડા-ધોળકા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

રોડ પર રખડતા ઢોરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આઇસરમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે  આગ પર કાબૂ મેળવી લીધો હતો. ગાંધીપુરા પાટીયા પાસે થયેલા અકસ્માત બાદ આગ લાગતા આઇસર ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. 

અકસ્માત અને આગની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આઇસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. અકસ્માત થતા ઘટના સ્થળ પર સ્થાનિકો ભેગા થઈ ગયા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch