Tue,29 April 2025,12:36 am
Print
header

ભ્રષ્ટાચારીઓએ તો હદ કરી....ભાજપના ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પોતાની જ સરકારમાં ચાલતા કૌભાંડો ઉજાગર કર્યાં

(વર્ષ 2024 માં ખુદ ભાજપના ધારાસભ્યએ લખેલો પત્ર)

ભાજપના ધારાસભ્ય ભ્રષ્ટાચારથી પરેશાન, મુખ્યમંત્રીને પત્ર લખીને કૌભાંડીઓ સામે કાર્યવાહીની કરી હતી માંગ

રોડ, રસ્તાઓ, બિલ્ડીંગ સહિતના કામોમાં મોટાપાયે થાય છે ભ્રષ્ટાચાર

ખેડા જિલ્લામાં અધિકારીઓ અને કેટલાક કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો પર્દાફાશ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે રહેલા રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. ખેડા જિલ્લામાં પંચાયતો અને રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના કામોમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે, ઠાસરાના ભાજપના જ ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે આ મામલે થોડા સમય પહેલા જ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જાણ કરી હતી, તેમને લખ્યું હતુ કે કોન્ટ્રાકટરો અને અધિકારીઓ રિંગ બનાવીને કામો કરી રહ્યાં છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. તેમની સામે કાર્યવાહી કરો, સાથે જ તેમને આરોપ લગાવ્યાં છે કે એક જ એજન્સીને ફાયદો થાય તેવું કામ આ અધિકારીઓ કરી રહ્યાં છે, કામોની ગુણવત્તા બગાડી રહ્યાં છે, તેમને જિલ્લા પંચાયત અને માર્ગ અને મકાન વિભાગના કામોને લઇને સવાલ ઉભા કર્યાં છે.

ખેડા જિલ્લામાં  R and B વિભાગ બન્યો ભ્રષ્ટાચારનો પર્યાય

ખેડા ભાજપના નેતાઓના રાજમાં ભ્રષ્ટાચારીઓ બેફામ

હાલમાં જ આરએન્ડબી વિભાગ, ખેડા સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, 6 જેટલા કોન્ટ્રાકટરોએ ભ્રષ્ટ એજન્સી અને અધિકારીઓની પોલ ખોલતો પત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાઇબર ક્રાઇમ પોલીસને લખ્યો છે, જેમાં જણાવાયું છે કે અધિકારીઓ એક જ એજન્સીને ફાયદો કરાવવા માટે કેવા ખેલ પાડી રહ્યાં છે, તેઓ એક જ એજન્સીને વારંવાર કામો આપી રહ્યાં છે અને મસમોટું કમિશન લઇને કામોની ગુણવત્તા બગાડી રહ્યાં છે.

nprocure ની વેબસાઇટમાં છેડાં કરીને પોતાની માનીતી એજન્સીને ટેન્ડરો આપવામાં આવતા હોવાના પુરાવા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યાં છે. ટેન્ડર ખુલવાની અંતિમ ઘડીએ અધિકારીઓ કેવા ગોટાળા કરે છે તેના પુરાવા સોંપવામાં આવ્યાં છે, ઘણા કિસ્સાઓમાં કોઇ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવા બેસે છે તો વેબસાઇટ પર એરર આવી જાય છે. આ મામલે તેમને હેલ્પલાઇન નંબર પણ કોઇ મદદ મળતી નથી.

R and B વિભાગ નડિયાદમાં સાઇબર ક્રાઇમની તપાસ જરૂરી

નડિયાદ R and B વિભાગની કચેરીમાં કોમ્પ્યુટરની કામગીરી જાણતો કોઇ ટેકનિકલ યુવાન આ બધું મેનેજ કરી રહ્યો હોવાનો દાવો છે, તેના પિતા પણ આ જ કચેરીમાં કામ કરી રહ્યાં છે, આ ગેંગ ભેગી થઇને હેકિંગ કરી રહી છે કે કેમ ?? તેની તપાસ પોલીસે પણ કરવી જોઇએ. જો nprocure ની વેબસાઇટમાં ચેડાં થતા હોય તો આ રાજ્યવ્યાપી કરોડો રૂપિયાનું કૌભાંડ હોય શકે છે.

ગુજરાત સાયબર પોલીસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કેસની તપાસ કરાવે તે જરૂરી છે, કારણ કે ભ્રષ્ટાચારીઓ રોડ, રસ્તા, બિલ્ડીંગ સહિતના તમામ કામોમાં ગુણવત્તા બગાડી રહ્યાં છે, અધિકારીઓ કમિશનબાજીમાં મસ્ત છે. જો ખેડા જિલ્લાના આ કેસની ઉંડી તપાસ થાય તો અનેક ભ્રષ્ટ અધિકારીઓ ઘરભેગા થઇ શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch