Mon,09 December 2024,12:22 pm
Print
header

અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી

કેનેડાઃ ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી એક વખત ભારતને ધમકી આપી છે, આ વખતે તેને એક વીડિયો જાહેર કરીને અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. તેને કહ્યું કે આગામી 16-17 નવેમ્બરે અયોધ્યામાં હીંસા થશે. હિન્દુઓના પવિત્ર મંદિરને ઉડાવી દેવાની ધમકી બાદ પન્નુ સામે રોષ વ્યાપી ગયો છે.

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડાના હિંદુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી દીધી છે, જેઓ કેનેડામાં ખાલિસ્તાનીઓ સામે લડત ચલાવી રહ્યાં છે, શીખ ફોર જસ્ટિસ (એસએફજે) છેલ્લા ઘણા સમયથી ભારત વિરોધી પ્રવૃતિઓ કરી રહ્યું છે. કેનેડામાં પણ તેના સભ્યો ભારત વિરોધી ગતિવિધીઓમાં સામેલ છે.

પન્નુના વીડિયોમાં વડાપ્રધાન મોદીનો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાર્થના કરતો ફોટા બતાવવામાં આવ્યો છે, તેને અગાઉ પણ ભારતને અનેક વખત ધમકીઓ આપી હતી, પન્નુ ભારતના પંજાબનો રહેવાસી છે અને તે અમેરિકા અને કેનેડામાં રહીને ભારત વિરોધી કામ કરી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch