Fri,19 April 2024,3:05 pm
Print
header

સવારે ખાલી પેટે શા માટે લવિંગ ચાવવું જોઈએ ? તમે ફાયદા જાણશો તો ખાધા વગર નહીં રહી શકો

લવિંગ ખૂબ જ સ્વાદિષ્ટ મસાલો છે, તે આયુર્વેદનો ખજાનો છે અને આયુર્વેદિક ગુણોથી સમૃદ્ધ છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. લવિંગનું સેવન કરશો તો શરીરને વિટામિન્સ, ફાઇબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, કાર્બોહાઇડ્રેટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં મળશે. જો તમે રોજ સવારે ઉઠીને ખાલી પેટ લવિંગ ચાવતા હોવ તો સ્વાસ્થ્યને અઢળક ફાયદા થશે. 

ખાલી પેટે લવિંગ ચાવવાના ફાયદા

1. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે

કોરોના વાયરસ મહામારીના આગમન બાદથી જ રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારના ચેપથી બચી શકાય, બદલાતી ઋતુ, વરસાદ અને શિયાળાની ઋતુમાં શરદી, ખાંસીનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. રોજ સવારે ઉઠતાની સાથે લવિંગ ચાવવાની આદત રાખશો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જશે.

2. યકૃત સામે રક્ષણ

યકૃત એ આપણા શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, કારણ કે તે ઘણા કાર્યો કરે છે, તેથી તમારે આ અંગના સ્વાસ્થ્યની કાળજી લેવી જ જોઇએ. લવિંગ ખાવાથી લીવરના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે. 

3. મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે

લવિંગનો ઉપયોગ નેચરલ માઉથ ફ્રેશનર તરીકે કરી શકાય છે, ઘણી વખત મોં સાફ ન કરવાને કારણે મોઢામાંથી વાસ આવવા લાગે છે, જેના કારણે આસપાસના લોકોને તકલીફ થાય છે. લવિંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જો તમે તેને દરરોજ સવારે ચાવશો તો મોઢાના સૂક્ષ્મજંતુઓ મરી જશે અને તમારા શ્વાસને તાજગી મળશે.

4. દાંતનો દુખાવો

જો તમને અચાનક દાંતનો દુખાવો થાય છે અને તમે પેઈન કિલર દવાઓ ખાવા માંગતા નથી,તો તરત જ લવિંગનો એક ટુકડો દાંતની પાસે દબાવી દો જેનાથી દુખાવો દૂર થશે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar