Thu,25 April 2024,5:20 am
Print
header

શિયાળાની ઋતુમાં ખજૂર ખાવાના આ છે 5 ફાયદા, કોલેસ્ટ્રોલ-બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વરદાનરૂપ- Gujarat Post News

શિયાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં ખજૂરની માંગ વધી જાય છે.ખજૂરમાં મળતા ઔષધીય ગુણોને કારણે ઠંડીની ઋતુમાં તેને ખૂબ ખાવામાં આવે છે. ખજૂર આપણા શરીરને ગરમ રાખવાનું કામ તો કરે જ છે, પરંતુ તેને ડાયટમાં સામેલ કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. ખજૂરને પોષકતત્વો અને સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે. રાત્રે દૂધ સાથે ખજૂર ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. 

ખરાબ કોલેસ્ટ્રોલ 

ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયને લગતા રોગોનું કારણ બને છે. ખજૂરમાં જોવા મળતું ફાઇબર આ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરે છે. જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા વધુ હોય તેમણે ડાયટમાં ખજૂર જરૂરથી સામેલ કરવી જોઈએ.

હાઇ બીપી

હાઈ બીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ શિયાળામાં ખજૂરને પોતાના દૈનિક આહારમાં સામેલ કરવી જોઈએ. ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ અસરકારક છે.આવા લોકોએ દરરોજ લગભગ ચાર ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ 

ડાયાબિટીઝના દર્દીઓ માટે ખજૂર એક મહાન વસ્તુ છે. ખજૂરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બનાવે છે. ડાયાબિટીઝના દર્દીઓએ રિફાઇનરી સુગરથી દૂર રહેવું જોઈએ અને ઠંડીની મોસમ આવતાની સાથે જ તેને ખાવાનું શરૂ કરવું જોઈએ.

એનિમિયા

એનિમિયાના રોગને દૂર કરવામાં ખજૂર અસરકારક છે. એનીમિયાના કારણે શરીરમાં લોહીની કમી થાય છે. ખજૂર શરીરમાં આયર્નની કમીને પૂરી કરે છે, જે શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે. તેમાં ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

શરદી

ઠંડીની ઋતુ આવતા જ લોકોને શરદી અને ખાંસીથી પરેશાન થવા લાગે છે.શિયાળામાં ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને મોસમી રોગો દૂર રહે છે. તેથી ખજૂરનો ઉપયોગ આયુર્વેદિક દવા કે ઘરગથ્થુ ઉપચાર તરીકે કરવામાં આવે છે.શિયાળાની ઋતુમાં તમારે દરરોજ લગભગ ચાર ખજૂર ખાવી જોઈએ. તમે ખજૂરને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar