Thu,25 April 2024,11:31 am
Print
header

કોંગ્રેસના સ્વ.ધારાસભ્યના પુત્ર અનેક કાર્યકરો સાથે ભાજપમાં સામેલ થયા- Gujarat post

કેવલ જોષીયારાના સ્વ.પિતા ડો.અનિલ જોષીયારા પાંચ ટર્મથી ધારાસભ્ય હતા

આદિવાસી વિસ્તારની બેઠકો કબ્જે કરવા ભાજપ આગળ વધી રહ્યું છે

અરવલ્લી: કોંગ્રેસના સ્વ.નેતા અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોશીયારા અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેવલ જોષીયારાએ કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા. કેવલ જોષીયારાના પિતા ડો.અનિલ જોષીયારા પાંચ ટર્મથી ધારાસભ્ય હતા. આદિવાસી વિસ્તારની બેઠકો કબ્જે કરવા ભાજપ આગળ વધી રહ્યું છે.

કેવલ જોષીયારાએ જણાવ્યું કે, આ મારો નિર્ણય સ્વતંત્ર છે, હું પહેલાથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઇ રહ્યો છું. પછી તે ભિલોડા હોય, ગુજરાત હોય કે દેશ હોય નરેન્દ્ર મોદીનો વિકાસ જોઇને મને એમ લાગ્યું કે મારે પણ ભાજપ પક્ષમાં જોડાવવું જોઇએ. પિતા હતા ત્યાં સુધી હું તેમની સાથે સેવાના કાર્યો કરી રહ્યો હતો.હવે ભાજપમાં આવીને કામ કરવાનો નિર્ણય મારો પોતાનો છે.વિધાનસભા ચૂંટણી પહેલા હજુ અનેક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાય તેવી શક્યતા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch