Fri,19 April 2024,8:52 pm
Print
header

કેવડિયા બનશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, બેટરી સંચાલિત વાહનો દોડશે

કેવડિયાઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ એક મહત્વની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ નર્મદાના કેવડિયા સ્થિત SOU આસપાસના વિસ્તારને નો-પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક વ્હિકલ શહેર બનશે. કેવડિયા આવતા પ્રવાસીઓ અવરજવર માટે ફક્ત ઈલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરી શકશે. પ્રધાનમંત્રીની આ પહેલ પાછળ પર્યાવરણની રક્ષાનો ઉદ્દેશ્ય છે.

મોદીએ વર્ચુઅલ સંબોધનમાં આ વિશે માહિતી આપી હતી. પીએમએ કહ્યું કે, હું તમને ભવિષ્યની એક યોજના વિશે જણાવવા માંગુ છું. ગુજરાતના મનમોહક શહેર કેવડિયામાં ફક્ત બેટરી સંચાલિત વાહનોને જ પરમિશન અપાશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત આવા વાહનોને જ પ્રાથમિકતા અપાશે. આ જાહેરાત પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું.

આગામી સમયમાં કેવડિયામાં ઈલેક્ટ્રિક બસ સહિતના વાહનો ફરજિયાત થશે. અત્યાર સુધી કેવડિયામાં પ્રવાસીઓ માટે 80 બસ દોડાવવામાં આવતી હતી. આ માટે વિશેષ બસ સ્ટેન્ડ પણ તૈયાર કરાયા હતા. હવે આ બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે આ બસસ્ટેન્ડની જગ્યા પર ઈ-બસોના પાર્ક તૈયાર થશે. આ સ્થળે અન્ય ઈ-વ્હિકલ પાર્ક કરવાની પણ વ્યવસ્થા ઉભી કરાશે.

કેવડિયામાં ઈ-વ્હિકલ યોજનાની પ્રેરણા યુરોપના વિવિધ દેશોમાંથી મળી છે. યુરોપીયન ખંડના દેશો ફ્રાંસ, જર્મની અને ઈટાલીમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ ઈ-બાઈક્સ જ હોય છે. વર્ષ 2020માં યુરોપીયન દેશોમાં ઈ-વ્હિકલની લોકપ્રિયતા ખૂબ જ વધી છે. આ વર્ષે યુરોપના વિવિધ દેશોમાં 4 બિલિયન ડૉલરની કિંમતના ઈ-બાઈક્સ વેચાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch