Wed,15 July 2026,12:05 am
Print
header

કેતન અગ્રવાલ હત્યા કેસઃ સિયાએ બે વાર કર્યું હતું પુશિંગ રિહર્સલ, ઈન્ટરનેટથી શીખી હતી પદ્ધતિ

  • Published By
  • 2026-07-01 20:27:44
  • /
  • પોલીસ તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે
  • હત્યા પહેલાં કેતનને સિયાના અફેરની શંકા હતી

પુણેઃ રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. કેતન અગ્રવાલની મંગેતર સિયાએ બે વાર પુશિંગ રિહર્સલ કર્યું હતું. આ માટે તે ઇન્ટરનેટ પરથી પદ્ધતિ શીખી હતી. પુણે ગ્રામીણ પોલીસને તપાસમાં સામે આવેલી માહિતી મુજબ સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ 18 જૂનના રોજ લોહગઢ કિલ્લાની એક ખડક પરથી કેતનને ધક્કો મારતા પહેલાં, માર્કેટ યાર્ડ નજીકની એક ટેકરી પર ધક્કો મારવાનું રિહર્સલ કર્યું હતું.

પુણે ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સિયા ગોયલ અને ચેતને કેતનને લોહગઢ કિલ્લા પરથી નીચે ફેંકી દેતા પહેલાં પુણેના લુલ્લાનગર સ્થિત સેક્ટર-37માં બે વાર ધક્કો મારીને મારી નાખવાની પ્રેક્ટિસ કરી હતી. પોલીસનું માનવું છે કે કેતનની હત્યા અઠવાડિયાઓથી ઘડાયેલા સુનિયોજિત કાવતરાનો ભાગ હતી. બંનેએ પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન ટેકરી પર આ કૃત્યની પ્રેક્ટિસ કરી હોવાની કબૂલાત કરી છે. 

અધિકારીએ જણાવ્યું કે, અમે એ ચોક્કસ જગ્યાની ઓળખ કરીશું જ્યાં રિહર્સલ થયું હતું અને ત્યાંનું પંચનામું કરીશું. બંને આરોપીઓએ ગુનાને અંજામ આપતા પહેલાં તેમણે તેનું રિહર્સલ કેવી રીતે કર્યું એ પણ જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેતનની હત્યા માટે ઇન્ટરનેટ અને અન્ય વિકલ્પોની પણ માહિતી મેળવવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, કેતનને ધક્કો માર્યા બાદ તેનો મોબાઈલ ફોન સિયા પાસે હતો. બાદમાં સિયાએ આ ફોન કેતનના પરિવારને સોંપી દીધો હતો. જ્યારે ફોન સિયા પાસે હતો, ત્યારે તેમાંથી કોઈ મહત્વપૂર્ણ પુરાવા ભૂંસી નાખવામાં આવ્યાં છે કે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલને તેની હત્યા પહેલાં પોતાની મંગેતર સિયા ગોયલ પર શંકા ગઈ હતી. કેતને તેના પરિવાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી કે સિયાનું અન્ય કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે. તેણે તેના પિતાને પૂછ્યું હતું કે, શું લગ્ન નક્કી કરતા પહેલાં છોકરીના બેકગ્રાઉન્ડની બરાબર તપાસ કરવામાં આવી હતી ?

પોલીસ ફરિયાદ અનુસાર, કેતનના પિતા વિશાલ અગ્રવાલે જણાવ્યું કે સિયા અવારનવાર વાતચીત દરમિયાન તેના પ્રેમી ચેતન ચૌધરીનું નામ લેતી હતી. કેતન જ્યારે પણ તેને ફોન કરતો ત્યારે તેનો નંબર વ્યસ્ત આવતો હતો. આ પહેલાં સિયાએ બાલીમાં યોજાનારી પ્રી-વેડિંગ ટ્રિપ પણ નાની-નાની વાતોમાં ઝઘડો કરીને કેન્સલ કરાવી દીધી હતી. 6 જૂને ટ્રિપ કેન્સલ થયા બાદ જ્યારે કેતને પિતાને ફરિયાદ કરી, ત્યારે પિતાએ સિયા ઉંમરમાં નાની છે તેમ કહીને મામલો થાળે પાડ્યો હતો. બંનેના લગ્ન નવેમ્બરમાં થવાના હતા, પરંતુ 18 જૂને કેતનની હત્યા કરી દેવામાં આવી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch