Wed,24 April 2024,6:35 am
Print
header

કેરળમાં ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર, હવામાન વિભાગનું ચોમાસાને લઈને શું છે અનુમાન ?

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે હવે ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં ચોમાસુ સક્રિય થશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 3 જૂને આજે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગનું અનુમાન છે ગુજરાતમાં ચોમાસની સિઝનનો વરસાદ 15 થી 22 જૂન સુધીમાં આવી જશે. ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, થન્ડરસ્ટોમના કારણે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ તાપમાન હાલના જેટલું બાફવાળું યથાવત રહશે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહશે.અન્ય વિસ્તારોમાં પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 જૂન દરમિયાન ડાંગ, સુરત, ભરૂચ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે 4 જૂનના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી વધુ વરસાદની આગાહી છે.

5 જૂનના રોજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી તેમજ દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે 6 જૂનના રોજ આણંદ, ભાવનગર, સુરત, અમરેલી, તાપીમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે, તેમજ જૂનથી સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ ભારતમાં 93 થી 107 ટકા વરસાદ, ઉતરપૂર્વ ભારતમાં 95 ટકા વરસાદ, ઉત્તર પશ્ચિમ ભારતમાં 92 થી 108 ટકા વરસાદ, મધ્ય ભારતમાં 106 ટકા વરસાદ થવાનું અનુમાન છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch