Sat,20 April 2024,12:19 pm
Print
header

BJP શાસિત આ રાજ્યના મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી મીટિંગ, લોકડાઉનની થતી અટકળો

બેંગલુરુઃ દેશમાં કોરોનાનો કહેર આતંક મચાવી રહ્યો છે. રોજ કોરોનાના આંકડા ભયાનક થતાં જાય છે. આ દરમિયાન દેશમાં કેટલાક રાજ્યોએ વિકેંડ કર્ફ્યૂ, નાઈટ કર્ફ્યૂ, લોકડાઉન સહિત નિયંત્રણો કડક બનાવ્યાં છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે કર્ણાટકમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા એ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. જે બાદ રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો થઈ રહી છે. કર્ણાટકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 85,499 છે. 9,96,367 લોકો કોરોનાને મ્હાત આપી ચુકયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13,046 લોકોને કોરોના ભરખી ગયો છે.

કોરોનાની બીજી લહેર અગાઉ કરતાં ઘણી ઘાતક છે. જેને પરિણામે મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિત એક ડઝન રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે.આ લહેરમાં બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch