Fri,19 April 2024,3:45 am
Print
header

રાજનીતિમાં રૂપિયા ! કર્ણાટકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા MLA હવે રૂ.11 કરોડની રોલ્સ રોય્સ કારના માલિક

બેંગલુરુ: કર્ણાકટમાં જેડીએસ અને કોંગ્રેસ ની સરકાર ઉથલાવી પાડવા માટે જે 17 ધારાસભ્યોનો મોટો રોલ હતો, તે પૈકીના એક કોંગ્રેસના અયોગ્ય ઠેરવાયેલા ધારાસભ્ય એમટીબી નાગરાજે મોંઘીદાટ રોલ્સ રોય્સ ફેન્ટમ કાર ખરીદી છે, જેની કિંમત 11 કરોડ રૂપિયા જેટલી છે, જો કે તેના પરનો ટેક્સ હજુ ચુકવવાનો બાકી છે, જેથી આ કારની કિંમત વધારે ગણાશે, તેઓ અમીર ધારાસભ્ય પણ છે, અગાઉ તેમને પોતાની પાસે 1000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતુ, પરંતુ અહી નવાઇની વાત એ છે કે કર્ણાટક માં ભાજપની યેદિયુરપ્પાની સરકાર બન્યાંના થોડા જ દિવસોમાં આ ધારાસભ્ય એ આટલી મોંઘી કાર ખરીદી છે.

જેડીએસ,કોંગ્રેસના 17 બળવાખોરોમાંથી 14ને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતા, બાદમાં કુમાર સ્વામી સરકાર બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ જતા 105 ધારાસભ્યો સાથે ભાજપે સરકાર બનાવી હતી અને યેદિયુરપ્પા મુખ્યપ્રધાન બન્યાં હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch