હુબલીઃ કર્ણાટકમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક સામે આવી છે. હુબલીમાં રોડ શોમાં 11 વર્ષનો છોકરો હાથમાં ફૂલોની માળા લઈને પીએમ મોદીની નજીક આવી ગયો હતો. ત્યારે જ એસપીજી જવાને તકેદારી સાથે તેને હટાવી દીધો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોડ શો દરમિયાન આ છોકરો ભીડમાંથી બહાર આવે છે અને હાથમાં ફૂલોની માળા લઈને પીએમ મોદી તરફ આગળ વધે છે.
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
— ANI (@ANI) January 12, 2023
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
જો કે તે પીએમ સુધી પહોંચવામાં સફળ રહ્યો ન હતો. મોદીની રક્ષા કરતા એસપીજી જવાને તેને રોકી લીધો હતો.બાદમાં અન્ય પોલીસ કર્મચારીઓ તેને બાજુમાં ખેંચી લીધો હતો.જો કે મોદીએ સિક્યોરિટી ગાર્ડને ફૂલોની માળા લઇ લેવા ઇશારો કર્યો હતો અને ગાર્ડે ફૂલહાર લઈને પીએમ મોદીને આપ્યો હતો. જો કે આ છોકરાથી પીએમને કોઇ ખતરો ન હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકમાં 29માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘઘાટન કરવા હુબલીમાં ગયા હતા, અહીં તેમને રોડ શો કર્યો હતો. યુવા મહોત્સવના અંદાજે 30,000 યુવાનો હાજરી આપે તેવી શક્યતા છે. સ્વામી વિવેકાનંદની જયંતી પર આ ઉદ્ઘઘાટન સમારોહ રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે. રાજ્ય સરકારના સહયોગથી યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા પાંચ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરમાંથી હજારો યુવા પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ અહીં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. વિદ્યાર્થીઓ ડિજિટલ ઇન્ડિયા, એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27