Tue,23 April 2024,10:24 pm
Print
header

કર્ણાટકમાં યેદિયુરપ્પાનો જાદુ ચાલ્યો, વિધાનસભા પેટાચૂંટણીમાં 12 સીટ પર જીત પછી સત્તા થયાવત રહેશે

બેંગ્લુરૂ: કર્ણાટકમાં ફરી એક વખત ભાજપ અને મુખ્યપ્રધાન યેદિયુરપ્પાનો જાદુ ચાલતો દેખાયો છે, વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામોમાં 15 માંથી 12 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, 2 બેઠકો કોંગ્રેસને મળી છે. હવે અહી ભાજપની સરકારને કોઇ ખતરો નથી, 224 ધારાસભ્યોમાંથી 17 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં પછી બહુમતિ માટે 104 બેઠકોની જરૂર હતી, જેમાં ભાજપે સરકાર બનાવી લીધી હતી, પરંતુ પેટાચૂંટણી પછી બહુમતિ માટે 111 બેઠકોની જરૂર હતી, જેમાં ભાજપે 12 બેઠકો જીતી લેતા હવે તેમની પાસે 111 ધારાસભ્યોનું બળ છે. 17માંથી 2 બેઠકોનો મામલો કોર્ટમાં હોવાથી તેના પર પેટાચૂંટણી થઇ નથી.

કોંગ્રેસના નેતા ડી.કે.શીવકુમારે કહ્યું છે કે પક્ષપલટુઓની જીત એ આશ્વર્યની બાબત છે, અગાઉ કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના બળવાને કારણે કુમાર સ્વામી-કોંગ્રેસની સરકાર પડી ગઇ હતી, ભાજપે સરકાર બનાવી લીધી હતી. આજના પરિણામ પછી વડાપ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસને સબક શીખવી દીધો છે, હવે જોડ-તોડની કોઇ રાજનીતિ અહી ચાલવાની નથી, મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું છે કે પેટાચૂંંટણીમાં જીતેલા 11 ધારાસભ્યોને તેઓ મંત્રીમંડળમાં સ્થાન આપશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch