Sun,26 June 2022,4:58 pm
Print
header

બિન-વ્યાવસાયિક હેતુ માટે હાથી દત્તક લેવા પર કોઈ પાબંદી નથીઃ કર્ણાટક હાઇકોર્ટ

બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે બિન-વ્યાવસાયિક હેતુ માટે ખાનગી માલિકીમાં રાખવા હાથીને દત્તક લેવા પર કોઈ પ્રતિબંધ નથી. એમ એસ મુરલી દ્વારા ગુજરાતના જામનગરમાં આવેલા એક મંદિર દ્વારા કર્ણાટકના ચાર હાથીઓને દત્તક લેવાને પડકારતી જાહેર હિતની અરજીની કોર્ટ સુનાવણી કરી હતી. આ હાથીઓને દત્તક લેનારા રાધે કૃષ્ણ મંદિર કલ્યાણ ટ્રસ્ટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ ટ્રસ્ટની રચના પ્રાણીઓના કલ્યાણ માટે કરવામાં આવી છે.

ટ્રસ્ટે જણાવ્યું કે હાથીઓની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે, મંદિર પરિસરમાં માત્ર ધાર્મિક વિધિઓ માટે જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, હાઇકોર્ટે અરજીને ફગાવી દેતા જણાવ્યું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની કલમ 49 હેઠળ, જીવંત હાથીઓને વ્યવસાયિક પ્રવૃત્તિઓ સિવાયના હેતુઓ માટે દત્તક લેવા માટે મંજૂરી આપી શકાય છે.

ટ્રસ્ટ હાથીઓની સંભાળ લે છે, તેને દત્તક લેવાના અધિકૃત કાગળોની જરૂર નથી, હાથીઓને ખાનગી કસ્ટડીમાંથી લઈ લેવા માટે સરકારને આદેશ કરવા પિટિશનમાં રજૂઆત કરવામાં આવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch