Fri,26 April 2024,1:00 am
Print
header

કરજણઃ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલને નડ્યો અકસ્માત, હાથમાં સામાન્ય ઈજાઓ પહોંચી- Gujarat Post

વડોદરાઃ ગાંધીનગરથી વિધાનસભાનું સત્ર પૂર્ણ કરીને પરત ફરતી વખતે કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલની  કારને અકસ્માત નડ્યો હતો, આણંદ પાસે એક્સપ્રેસ હાઇવે પર નીલ ગાય આવી જતાં તેમના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ધારાસભ્ય અક્ષય પટેલને હાથે ફેક્ચર થયું છે અને થોડી ઇજા થઇ છે, 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે અને નીલ ગાયનું ઘટના સ્થળે જ મોત થયું છે.

અક્ષય પટેલની તબિયત સુધારા પર 

હોસ્પિટલમાં આપવામાં રહી છે સારવાર 

ભાજપના નેતાઓએ પૂછ્યાં ખબર અંતર 

અક્ષય પટેલની કારને મોટું નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતને પગલે હાઈવે પર રાહદારીઓના ટોળાં એકઠા થઈ ગયા હતા.  આ અંગેની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમે અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અહીં ઘાયલ ધારાસભ્ય અક્ષય પટેલને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં હાલમાં તેમની તબિયત સુધારા પર છેે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch