ખેડાઃ ફરીયાદી કપડવંજ યુનીટમાં હોમગાર્ડ સભ્ય તરીકે ફરજ બજાવે છે. કપડવંજ યુનિટ હોમગાર્ડ કચેરી ખાતે ફરજ બજાવતા મનિષકુમાર જયંતિભાઇ ઝાલા, હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ તથા ઇન્ચાર્જ ઓફીસર, કપડવંજ યુનિટ, નરેન્દ્રકુમાર રયજીભાઇ ઝાલા, હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ, કપડવંજ યુનિટમાં હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ કરે છે.
ફરીયાદીને નિયમિત રીતે હોમગાર્ડની ફરજો સોંપવા એક મહિનાના રૂ. 500 લેખે ચાર મહિનાના રૂ. 2,000 ની લાંચની માંગણી બંન્ને આરોપીઓએ કરી હતી. ફરીયાદીએ બહુ વિનંતી કરતાં બન્ને આક્ષેપિતોએ એકબીજાની મદદગારીમાં રહીને રૂ. 1,500 લાંચ પેટે આપવા જણાવ્યું હતું. બાકીના રૂપિયા આવતા મહિનાનો પગાર થાય ત્યારે આપવા જણાવ્યું હતું.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ખેડા એ.સી.બી નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેમાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં નરેન્દ્રકુમાર રયજીભાઇ ઝાલાએ લાંચની વાતચીત કરીને રૂ. 1,500 લાંચ પેટે સ્વીકારતા તેના હાલના રહેણાંક સરનામે મકાન નંબર 37, યોગીનગર સોસાયટી, ડાકોર રોડ, કપડવંજમાં ટ્રેપમાં ફસાતા તે સ્થળ પરથી ભાગી ગયેલ છે, મનિષકુમારની અટકાયત કરવામાં આવી છે.
ટ્રેપિંગ અધિકારી: જે. આઇ. પટેલ
પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડીયાદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી : કે. બી.ચૂડાસમા
મદદનીશ નિયામક, એ.સી.બી, અમદાવાદ એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ | 2024-10-07 10:40:28
રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post | 2024-10-07 10:28:46
Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post | 2024-10-07 10:21:12
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
બેફામ અધિકારીઓ....આ IRS અધિકારી પોતાને ગણે છે GST ના મોદી, વેપારીઓ પર રૌફ જમાવવા કરી રહ્યાં હતા ગતકડાં | 2024-10-06 13:35:21
કરોડો રૂપિયાના ઊંઝા APMC સેસ કૌભાંડમાં ચોકીદાર જ ચોર ! ભાજપ પાસે હવે પવિત્ર થવાનો મોકો, ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરો | 2024-10-06 11:19:13
ભાવનગરઃ આ ગામમાં વરસાદ વગર જ કેડ સમા ભરાયા પાણી, લોકોમાં રોષ- Gujarat Post | 2024-10-06 09:55:45
હવે ધારાસભ્યોનો ગુસ્સો ફૂટી રહ્યો છે, મુખ્યમંત્રીને જે રિપોર્ટિંગ કરવું હોય તે કરી દેજો, આ IAS ને પબુભા માણેકે સંભળાવી દીધું- Gujarat Post | 2024-10-02 11:29:46