Wed,24 April 2024,6:53 pm
Print
header

કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેકટર ટ્રોલી પલટી ગઇ, 27 લોકોના મોત- Gujaratpost

ઉત્તર પ્રદેશઃ કાનપુરમાં એક કરુણ ઘટના બની છે. શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 27 લોકોનાં મોત થઇ ગયા છે અને 28 લોકો ઘાયલ થયા છે.નવરાત્રી નિમિત્તે ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને કોરથા ગામ આ લોકો પરત ફરી રહ્યાં હતા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારો માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યાં હતા. યોગીએ ટ્વીટ કર્યું કે, કાનપુર જિલ્લામાં માર્ગ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે.જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવા આદેશ આપ્યાં હતા. યોગીએ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.આ અકસ્માતમાં જાનહાનિ દુઃખદ છે. ભગવાન રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે, મૃતકોના પરિવારજનોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વીટ કર્યું, 'કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી અકસ્માતથી દુઃખી છું. લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક પ્રશાસન તમામ શક્ય મદદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch