Fri,19 April 2024,6:48 pm
Print
header

ડોક્ટરનું ડિપ્રેશન, ઓમિક્રોનના ડરથી ડોકટરે હથોડાથી પત્ની અને બે સંતાનોની કરી હત્યા

હવે કોરોના નહી ઓમિક્રોન બધાને મારી નાંખશે, મારે ફરીથી મૃતદેહો ગણવા નથીઃ ડોક્ટર

નવી દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કાનપુરમાં બનેલી એક ઘટનાથી સનસની ફેલાઇ ગઇ છે.ઓમિક્રોન વેરિએન્ટને કારણે ટેન્શનમાં આવી ગયેલા ડોકટરે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી નાંખી છે.કાનપુરના રહેવાસી ડોકટર સુશીલ રામાએ પત્ની ચંદ્રપ્રભા, પુત્ર શિખર, પુત્ર ખુશીને હથોડા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં તેમણે પોતાના ભાઈ સુનીલને મેસેજ કર્યો હતો કે આ ઘટના વિશે તુ પોલીસને જાણ કરી દેજે હું ડિપ્રેશનમાં છું.

સુનીલ ફ્લેટ પર પહોંચ્યો ત્યારે અંદરનુ દ્રશ્ય જોઈને હેરાન થઈ ગયો હતો. અંદર લાશો પડી હતી, સાથે એક ડાયરી મળી હતી, જેમાં લખ્યું હતુ કે હવે કોરોના નહીં પરંતુ ઓમિક્રોન બધાને મારી નાંખશે. હવે મારે ફરીથી મૃતદેહો નથી ગણવા. મારી બેદરકારીને કારણે હું કેરિયરના એ પડાવ પર પહોંચ્યો છું જ્યાં બહાર આવવુ મુશ્કેલ છે. મારું કોઈ ભવિષ્ય નથી એટલે હું મારા  પરિવારને ખતમ કરીને મારી જાતને પણ ખતમ કરવા જઈ રહ્યો છું. આ માટે બીજુ કોઈ જવાબદાર નથી.

ડોકટરે આગળ લખ્યુ કે, મારી બીમારીથી હું થાકી ગયો છું, મને કોઈ ભવિષ્ય નજરે પડી રહ્યું નથી. મારા પરિવારને હું મુસીબતમાં છોડીને જઈ શકું તેમ નથી. તેને કારણે હું આ પગલુ ભરી રહ્યો છું. પરિવારને મોતને ઘાટ ઉતારીને ડોકટર ફરાર છે. હાલમાં પોલીસ તેમને શોધી રહી છે, તે જીવીત છે કે નહીં તેની તપાસ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch