Tue,16 April 2024,12:44 pm
Print
header

દિલ્હી કાંઝાવાલા કેસમાં 11 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, તપાસ વધી રહી છે આગળ

નવી દિલ્હીઃ અંજલી નામની યુવતીને કારમાં 13 કિમી સુધી ઘસડતા તેનું મોત થયું હતુ, આ કેસમાં ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ મોટી કાર્યવાહી કરાઇ છે, આ ઘટનાની રાત્રે ત્રણ પીસીઆર વાન અને બે ચોકીઓમાં તૈનાત 11 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.તેમાં બે સબ-ઇન્સ્પેક્ટર, ચાર આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, ચાર હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.તેમાંથી છ પીસીઆર ફરજ પર હતા અને ઘટનાના દિવસે પાંચ ચોકી પર હતા.

આ પોલીસકર્મીઓ પર ફરજ ચૂકી જવાનો આરોપ છે.જે રૂટ પર આ ઘટના બની હતી ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનર શાલિની સિંહના રિપોર્ટ બાદ આ કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. રિપોર્ટમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખનો અભાવ પણ જોવા મળ્યો છે. 

જાણો શું છે સમગ્ર મામલો ?

નવી દિલ્હીના રોહિણી જિલ્લાના કાંઝાવાલામાં દારૂના નશામાં પાંચ યુવકોએ સ્કૂટી પર સવાર યુવતીને બલેનો કારથી ટક્કર મારી હતી, ત્યારબાદ યુવતીને લગભગ 13 કિલોમીટર સુધી ઢસડી હતી. જેમાં યુવતીના શરીરના હાડકાં ભાંગી ગયા હતા અને તેના શરીર પર એક પણ કપડું બચ્યું ન હતું. યુવતીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે કચડાઈ જતા તેમનુંં મોત થયું હતુ.

આરોપીઓએ  જણાવ્યું કે તેઓ દારૂના નશામાં હતા અને કારમાં મોટેથી ગીતો વગાડી રહ્યાં હતા. આ કારણે તેમને ખબર જ ન પડી કે કારમાં યુવતી ફસાઇ ગઇ છે. યુવતી મોડી રાત્રે એક ફંક્શનમાં કામ કરીને સ્કૂટી પર અમન વિહારમાં ઘરે પરત ફરી રહી હતી. ગ્રે રંગની બલેનો કાર કુતુબગઢ તરફ જઇ રહી છે. તેમાં એક યુવતી લટકી રહી છે. તેવું રાહદારીએ પોલીસને જણાવ્યુ હતું. માહિતી મળતા જ રોહિણી જિલ્લા ક્રાઇમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch