પંજાબઃબોલિવુડ અભિનેત્રી કંગના રનૌતના કાફલાને પંજાબમાં ખેડૂતો દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. કંગનાએ કહ્યું કે, 'હું પંજાબમાં એન્ટર થઈ ત્યારે ભીડે મારી પર હુમલો કર્યો હતો. તે લોકો કહી રહ્યાં હતાં કે તે ખેડૂતો છે.' કંગનાએ ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી કહ્યાં હતા, તેથી જ તે ખેડૂતોના ગુસ્સાનો ભોગ બની હતી.
કંગના ચંદીગઢ જતી હતી, અહીંયા રોપડમાં ચંદીગઢ-ઉના હાઇવે પર લોકોએ ટ્રાફિક જામ કરીને કંગનાને અટકાવી હતી.ખેડૂતો ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ હાજર રહી હતી, પરંતુ ખેડૂતોએ કંગનાની ગાડીને આગળ વધવા દીધી ન હતી. ખેડૂતોએ કંગના પાસે માફીની માગણી કરી હતી. શૅર કરેલા વીડિયોમાં કંગનાએ કહ્યું કે 'હું અત્યારે હિમાચલથી નીકળી છું, કારણ કે મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે. અહીંયા પંજાબમાં આવતા જ ભીડે મને અટકાવી દીધી. તેઓ પોતાને ખેડૂત કહે છે. મને ગંદી ગાળો આપે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.આ દેશમાં જાહેરમાં આ રીતે મોબ લિંચિંગ થઈ રહ્યું છે.'
જો મારી સાથે સિક્યોરિટી ન હોત તો ખબર નથી શું થાત. આ અવિશ્વસનીય છે. આ કેવો વ્યવહાર છે. આટલી પોલીસ હોવા છંતા મને જવા દેવામાં આવી નહીં,બહુ બધા લોકો મારા નામ પર રાજકારણ રમી રહ્યાં છે. ખેડૂત આંદોલન વખતે કંગનાએ મોદી સરકારની બહુ તરફેણ કરીને ખેડૂતોને આતંકીઓ કહ્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03