Sat,20 April 2024,10:10 pm
Print
header

પાંચમુ ધોરણ પાસ ભાજપના આ MLAને ડૉક્ટર થવાનો શોખ કે પછી ફોટો પડાવવાના અભરખા ?

ફરીથી વિવાદોમાં આવ્યાં ભાજપના આ ધારાસભ્ય 

સુરતઃ રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતીનાં પણ ફોટા પડાવીને પ્રસિદ્ધી મેળવવાનું ભાજપના નેતાઓ ભૂલતા નથી. સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ કોવિડના એક દર્દીને બોટલમાં ઈન્જેક્શન આપી રહ્યાં છે જ્યાં તબીબો આટલા લાંબા વર્ષોના અભ્યાસ અને અનુભવ પછી ઈન્જેક્શન આપે છે. એવામાં ધોરણ 5 પાસ નેતાજી વગર અનુભવે ઈન્જેક્શન આપી રહ્યાં છે. વિવાદીત વીડિયો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરનો છે. જેમાં તે દર્દીને રેમડેસિવિરનું ઈન્જેક્શન આપી રહ્યાં છે. આ વીડિયો પરથી ચર્ચા એવી પણ થાય છે કે કોવિડના દર્દીઓ ભાજપના નેતાઓ માટે મજાક સમાન છે.  ભાજપના નેતાઓ તરફથી શરૂ કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરમાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ધારાસભ્ય જાતે દર્દીને ઈન્જેક્શન આપી રહ્યાં છે. મેડિકલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતા નેતા પોતાની મનમાની કરી રહ્યાં છે. જ્યારે તે ઈન્જેક્શન સલાઈમાં નાખે છે ત્યારે આસપાસ રહેલા કેટલાક સમર્થકો હસી રહ્યાં છે.

ભાજપના આ નેતાનું કૃત્ય કોઈ મજાક હોય એવું લાગે છે  આ વીડિયોની અનેક લોકો ટીકા કરી રહ્યાં છે. ભાજપના નેતાઓનું અત્યાર સુધીનું વર્તન પ્રસિદ્ધિનું જ રહ્યું છે. જાહેર સભાઓ, રેલીઓ તથા કોવિડ કેર સેન્ટરમાં ટોળા એકત્ર કરવાની વાતમાં આ લોકો જ અવ્વલ છે.

આ અંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ કહ્યું હતું કે કામરેજ વિધાનસભા બેઠકના વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં બે દિવસ પહેલાનો આ વીડિયો વાયરલ થયો છે જેમા તેઓ દર્દીને રેમડેસિવિરનું ઈન્જેક્શન આપી રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું કે આ ઈન્જેક્શન આપવામાં કંઈ ખોટું નથી. મને ડૉક્ટરે કહ્યું કે તમે આ ઈન્જેક્શન આપી દો એટલા માટે આ ઈન્જેક્શન મેં આપ્યું છે.

વી.ડી.ઝાલાવાડિયાના વિવાદમાં AAPએ ઝંપલાવ્યું છે. સુરત વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કરતા કહ્યું કે ધારાસભ્ય લોકોના જીવન સાથે ચેડાં કરી રહ્યાં છે. આ કોઇ રસ્તાના કામો નથી કે તમે કરી લો. આવા કામ કરતા પહેલા ધારાસભ્યએ વિચાર કરવો જોઇએ. સરકાર પણ ભાજપ નેતાઓ સામે કોઇ કાર્યવાહી કરતી નથી, ડોક્ટરે ઇન્જેક્શન આપવું જોઇએ તેમની જગ્યાએ આવા નેતાઓ હવે ઇન્જેક્શન આપીને ફોટો પડાવી રહ્યાં છે.

નોંધનિય છે કે અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદીને કોરોનાના દર્દીઓને આપ્યાં હતા જે વિવાદ પણ કોર્ટ સુધી પહોંચ્યો છે અને હવે તેમની જ પાર્ટીના એક ધારાસભ્યએ નવો વિવાદ ઉભો કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch