Sat,14 March 2026,2:25 am
Print
header

કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ

  • Published By panna patel
  • 2026-02-18 22:04:08
  • /

ગાંધીનગરઃ કલોલ તાલુકાના પાનસર, આરસોડીયા,ધાનજ તથા બોરીસણા ગામોમાં ફરિયાદીએ સરકારી કામ કરેલા બિલના અંદાજીત રૂ.2.60,000 મંજૂર કરવાની અવેજમાં આરોપી સાગરકુમાર જયંતિલાલ ભાલકીયા, બ્લોક એન્જિનિયર,(આઉટસોર્સ) વર્ગ-3, તાલુકા પંચાયત કચેરી, કલોલે રૂ. 8,000 લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાંનું આયોજન કરીને છટકું ગોઠવ્યું હતું. તેમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને રૂ. 8,000 ની લાંચની રકમ  તાલુકા પંચાયત કચેરી, કલોલમાં સ્વીકારતા ઝડપાયા હતા.

ટ્રેપીંગ અધિકારી : ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી.પો.સ્ટે.પાટણ તથા સ્ટાફ 

સુપર વિઝન અધિકારી : કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ. 

ઈન્ચાર્જ અધિકારી : બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch