Tue,23 April 2024,11:38 pm
Print
header

ના. મુખ્યમંત્રી નીતિન પટેલે નામ લીધા વગર જ કોંગ્રેસનાં લોકોની રાક્ષસ સાથે કરી સરખામણી

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલ ખાતે આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ માટે હાજર રહ્યાં હતા. કલોલ ભાજપના નેતાઓને ટકોરની સાથે સૂચના અને સલાહ આપી હતી. નીતિન પટેલે હળવા શબ્દોમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ખેંચાખેંચી ન કરતા અને આજે જેવા ઢોલ વગાડ્યા એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વગાડજો. પછી આ આવ્યો, ના આવ્યો, મને બોલાવ્યો, ન બોલાવ્યો એવું ન કરતા. તેમણે કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે કોરોનાની રસી આવી એની સાથે જ હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો આવી ગયા છે. પહેલાંના સમયમાં પણ આવા રાક્ષસો હતા, હાલ પણ છે. ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે. તેમણે ખાસ કરીને કોંગ્રેસ જેવા વિરોધીઓ પર ભરપૂર ચાબખા માર્યાં હતા. 

કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કોંગ્રેસનાં સમયમાં ગરીબોને સારવાર મળતી ન હતી. સારવારનો ખર્ચ જ એટલો થતો કે ગરીબો દેવાદાર બની જતા હતા. કોંગ્રેસે ગરીબો માટે કંઇ કામ કર્યું નથી. આજે ભાજપ સરકારે મા વાત્સલ્ય યોજનાના માધ્યમ થકી ગરીબોની સારવાર ફ્રી કરી દીધી છે. ગાંધી પરિવાર પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહારો કર્યાં કે, કોંગ્રેસે એક પરિવારને જ બધુ આપ્યું છે. પહેલા દાદા પુત્ર પૌત્ર અને હવે ભાણિયા અને ભત્રીજાને આપી રહી છે. વધી પડે તો ઇટાલી જઇ આવે.

ચાલુ સ્પીચમાં નીતીન પટેલનું માઈક બગડ્યું હતું. ત્યારે રમૂજી અંદાજમાં તેમણે કલોલના લોકોને કહ્યું હતું કે આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે.ખરાબ થયેલા લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે. આમ પણ હું હોવ ત્યાં કંઇ બાકી ન રહે. હું કલોલનું મારા મહેસાણા અને કડી જેટલું જ ધ્યાન રાખું છું. કલોલવાળા તમે ધ્યાન રાખો કે ન રાખો હું રાખું છું. મેં ઘણા રોડ સારા બનાવ્યાં છતા કલોલનાં લોકો ભૂલા પડી જાય છે. હવે ભૂલા ન પડતા. હું તો પાડોશી છું, કડીનો છું, મારી પાસે હકથી માંગી શકો છો. તમે વારંવાર ભૂલા પડી જાઓ છો, હવે આપણે સાથે ચાલવાનું છે. મહેસાણાવાળા ની છાતી ગજગજ ફૂલે છે કે નરેન્દ્ર મોદીના જિલ્લાના છે.તમારે છાતી ગજગજ ફુલાવાની કે અમારા સાંસદ અમિત શાહ છે. 

કલોલમાં આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાયું છે. જેમાં OPD વિભાગ, IPD વિભાગ, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ હશે. અંદાજીત 3 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું છે. જેમાં સાંસદ અમિત શાહ તરફથી વધારાના 72 લાખના સાધનો હોસ્પિટલને પ્રાપ્ત થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch