Thu,18 April 2024,12:17 pm
Print
header

ચમત્કાર હોવાની ચર્ચાઓ ! લક્ષ્મીનારાયણ મંદિરમાં રાખેલો શીરો 75 વર્ષ બાદ પણ તાજો હોવાનો દાવો

વર્ષો જૂનો શીરો જોવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર 

કચ્છઃ અંજાર નજીક આવેલા ખેડોઈ ગામના મંદિરના શિખર પર મુકાયેલા કળશમાંથી 75 વર્ષ પહેલા રખાયેલો શીરો મળી આવતા આશ્ચર્ય સર્જાયું છે. આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો દર્શન માટે મંદિરમાં ઉમટી રહ્યાં છે. બીજી તરફ ફૂડ વિભાગના અધિકારી કહી રહ્યાં છે કે આટલા વર્ષો સુધી કોઈ ખાદ્યસામગ્રી ટકી રહેવી શક્ય નથી.તેઓ આ બાબતને આસ્થાનો વિષય ગણાવી રહ્યાં છે. ઘટના અંગે ફૂડ વિભાગે જણાવ્યું કે આટલો સમય સુધી કોઈ ખાદ્ય સામગ્રી બગડી જાય અને આ લોકોની શ્રદ્ધાનો વિષય છે.

ખેડોઇ પાટીદાર સનાતન સમાજના પ્રમુખ આંબાલાલ છાભૈયાએ જણાવ્યું કે ગામમાં આવેલું વર્ષો જૂનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને તેને અડીને આવેલું ઉમિયા માતાજીનું મંદિર 2006માં નિર્માણ પામ્યું છે. બન્ને મંદિર સુશોભિત લાગે તથા 2001ના ભૂકંપમાં જે ક્ષતિ થઈ હતી તે પુરી શકાય તે હેતુ સાથે મંદિરનો જીર્ણોદ્ધાર કરવા શાસ્ત્રીજી પ્રદીપ મહારાજ પાસે વાત કરવામાં આવી હતી. મહારાજે કહ્યું હતું કે કોઈ પણ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા યોજાતી હોય છે ત્યારે દેવ મૂર્તિઓની સાથે શિખર પર રાખવામાં આવતા કળશની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે તેથી કળશમાં પણ ધાર્મિક વિધિ સાથે પ્રાણ પુરવામાં આવતા હોય છે. જીર્ણોધાર કરતા પહેલા કળશને ઉતારતા પહેલા પૂજાવિધિ કરવી પડતી હોય છે.

મહારાજની સલાહ મુજબ ગઈકાલે સવારથી શિખર પરના કળશ માટે હોમ હવન સહિતની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ સવારના 11.30 વાગ્યાના અરસામાં મંદિર પરના શિખર પરથી કળશ ઉતારવાની ધાર્મિક ક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેમાં સફેદ પથ્થર ,કડી ચૂનો અને માટી જેવી જુનવાણી સામગ્રીથી બંધાયેલા શિખર નીચેની એક તાંબાના પાત્ર પર સવંત 2002ની સાલના મહારાવ ખેંગારજીના સમયના લખાણ સાથેના સિક્કા નીચેથી શીરો મળી આવ્યો હતો.

શીરો મળી આવવાની જાણ યુવકોને થતા તેમણે આશ્ચર્ય સાથે નીચે ઉભેલા સમાજના લોકોને વાત કરી હતી, શીરા સાથેના કળશને મંદિરમાં લાવવામાં આવ્યો હતો આ વાત વાયુ વેગે ફેલાઈ જતા ગામની સાથે આસપાસના લોકો શીરાના દર્શને આવી રહ્યાં છે .હાલ શીરાને એક પાત્રમાં લક્ષ્મીનારાયણ ભગવાનની બન્ને મૂર્તિઓ સન્મુખ રાખવામાં આવ્યો છે. જેમાંથી શ્રદ્ધાળુઓએ પ્રસાદી રૂપે પણ થોડો શીરો ગ્રહણ કર્યો હતો. 

ભૂજ ફૂડ વિભાગના અધિકારી જી.કે.પટેલને પૂછતા તેમણે કહ્યું કે આટલા વર્ષો પછી કોઈ ખાદ્ય સામગ્રી ટકી રહેવી અશક્ય છે પરંતુ આ શ્રદ્ધાનો વિષય છે. એમાં અમારે કઈ કરવાનું આવતું નથી. જો કે પ્રથમ દ્રષ્ટીએ તો આ શ્રદ્ધાનો વિષય લાગે છે, આ કોઇ ચમત્કાર છે કે નહીં તે વાત સાથે અમે સહમત નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch