Tue,29 April 2025,1:47 am
Print
header

ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

લાંચિયા નાયબ મામલતદાર પર એસીબીનો સકંજો

10 હજાર રૂપિયાની લાંચની રકમ રિકવર કરવામાં આવી

મહેસાણાઃ ફરી એક વખત એસીબીએ સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે, કડીના નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને પ્રિન્સ મનોજકુમાર ભાવસાર ઉ.વ.26, કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) મામલતદાર કચેરી કડી, જી.મહેસાણા, 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.

મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિએ પ્લોટ ફાળવવા રૂપિયા 10,000 ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, તેમાં આરોપીઓ 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.જો તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ તેની સામે એસીબીમાં ફરિયાદ આપી શકો છો.

ટ્રેપિંગ અધિકારી: એસ.ડી.ચાવડા,
પોલીસ ઇન્સ્પેકટર, મહેસાણા એ.સી.બી. પો.સ્ટેશન

સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch