Thu,25 April 2024,10:16 pm
Print
header

તાલિબાનોનો અત્યાચાર, માસૂમ બાળકોને કાંટાળી તારની ફેન્સિંગની બીજી બાજુ નાખી રહી છે માતાઓ

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના ડરથી મહિલાઓ પોતાનાં બાળકો બચાવવા હવે બાળકોના જીવને જોખમમાં નાખી રહી છે. મહિલાઓ પરિવારની સાથે પોતાના દેશમાંથી બહાર નીકળવા માગે છે. હજારો લોકો કાબૂલ એરપોર્ટમાં એકઠા થયા તો ત્યાં કાંટાળી તારથી ફેન્સિંગ કરી દેવાઇ, જેથી લોકો એરક્રાફ્ટ્સની નજીક ન પહોંચે. લોકોની ભીડને વિમાન સુધી આવતા રોકવાની કવાયત કરવામાં આવી રહી છે. 

તાલિબાનોના ડરથી કેટલીક મહિલાઓ બાળકો સાથે કાબૂલ એરપોર્ટ પર પહોંચી હતી. કેટલીક મહિલાઓ પોતાનાં નાનાં નાનાં બાળકોને ફેન્સિંગની બીજી તરફ ફેંકે દીધા હતા. કારણ કે તેઓ ન બચી શકે તો પોતાના માસૂમ બાળકોના જીવ બચાવી શકાય, આ દર્દનાક દૃશ્યો જોઈને બ્રિટિશ સૈનિકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ફેન્સિંગની એક તરફ ભીડ અને બીજી બાજુ સુરક્ષામાં તહેનાત અમેરિકી અને બ્રિટિશ સૈનિકોએ આ બાળકોને બચાવી લીધા હતા  અહીં કેટલાંક બાળકો તો કાંટાળી તારમાં ફસાઇ ગયા હતા અને બૂમો પાડવા લાગ્યાં હતા. 

સ્કાઇ ન્યૂઝ સાથેની વાતચીતમાં એક બ્રિટિશ સૈનિકે કહ્યું હતુ કે તાલિબાનો અમારાથી થોડ જ દૂર છે. આ એરપોર્ટ નથી, જંગનું મેદાન છે.અમારા માટે આ માનવતાનું મિશન છે. સૈનિકો પણ લાચાર છે કારણ કે અહી હજારો લોકો દેશ છોડવા, મદદ માંગવા આવી રહ્યાં છે. અહીં તાલિબાન દાવો કરે છે કે બધું જ બરાબર છે, પરંતુ દુનિયા તાલિબાનોના અત્યાચાર જોઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch