Thu,18 April 2024,9:01 pm
Print
header

ભયંકર ગૃહયુદ્ધ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનોનો કબ્જો

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પણ અહીની સરકારના હાથમાંથી ગઇ છે. તાલિબાનોએ દેશની રાજધાની કાબુલ પર પોતાનો કબ્જો કરી લીધો છે. કાબુલમાં તાલિબાન તરફથી આદેશ આપી દેવામાં આવ્યાં છે કે જે સામાન્ય નાગરિકો છે તે ઘરમાં જ રહે.તાલિબાનોએ રાજધાની કાબુલમાં ચારે તરફથી ઘૂસણખોરી કરી છે.  

લાગી રહ્યું છે કે થોડા કલાકોમાં જ અફઘાનિસ્તાનમાં સત્તા પલટો થઈ જશે. એવામાં આખા વિશ્વની નજર હવે કાબુલ પર છે. તાલિબાનો પહેલા લડાકા કલાકન, કારાબાધ અને પધમન જિલ્લાઓમાં પણ ઘુસી ગયા છે.  

અફઘાનિસ્તાનનાં મંત્રીએ એલાન કરી દીધું છે કે હવે શાંતિપૂર્ણ માહોલમાં સત્તાનું હસ્તાંતરણ કરી દેવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ગઈકાલે નિવેદન આપતા કહ્યું હતુ કે અફઘાનિસ્તાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે પ્રયાસ કરીશું. અમે હાલ અનેક દેશો પાસેથી સલાહ લઇ રહ્યાં છીએ, હવે અશરફ ગની રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપે તેવી  શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch