Sat,20 April 2024,4:45 pm
Print
header

ભાજપ સરકાર નિષ્ફળ, ફરીથી ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. એક યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. આજે પંચાયત પસંદગી સેવા મંડળની વર્ગ 3 ની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની હતી. જે માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. 

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાવાની હતી. 29- 1- 2023 ની વહેલી સવારે પોલીસને મળેલી બાતમીને આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેની પાસેથી પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થવાના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. લુણાવાડા બસ સ્ટેન્ડ પર બસ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના આક્રોશને જોતાં રાજકોટ, જૂનાગઢ, જસદણ, કાલાવાડમાં બસ સ્ટેન્ડ પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે.ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઇ રહી છે.

વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પરત જવા ગુજરાત એસટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર  કોલલેટર અને હોલ ટિકિટ  બતાવીને એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે.

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, જ્યારે ફરી એક વાર પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch