Sat,20 April 2024,10:34 am
Print
header

લાખો ઉમેદવારો રસ્તાઓ પર ઉતરી આવ્યાં, જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા આક્રોશ

અમદાવાદઃ જુનિયર ક્લાર્ક વર્ગ-3ની આજે પરીક્ષા યોજાવાની હતી, પરંતુ તે પહેલા જ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવામાં આવી છે. લાખો ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને 200 કિમી દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતા. આ વિદ્યાર્થીઓ દૂરથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યાં હતા અને પેપર ફૂટી જતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

વર્ષ 2014થી 2022 સુધી સંખ્યાબંધ પેપરો ફૂટવાની ઘટનાઓ બની છે  

જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા ઉમેદવારોએ હાલોલ-શામળાજી હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યાં છે. હાઈવે પર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન ચાલુ છે, ST બસ સ્ટેન્ડ પર કેટલાક ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે. 

પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહેલા ઉમેદવારોને રડવાનો વારો આવ્યો છે. પાલીતાણા અને ભાવનગરના ગામડાઓમાંથી અમદાવાદ પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને હતાશ થઇને પાછા જવું પડ્યું હતું. તેમને જણાવ્યું કે તેમના વાલીઓ મજૂરી કરીને તેમને ભણાવે છે અને પૈસાવાળી પાર્ટીઓ પેપર ફોડીને પાસ થાય છે. અમારાં ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે.  

2014- રેવન્યુ તલાટીની ભરતી, 2014- ચીફ ઓફિસર, 2015- તલાટીની પરીક્ષા, 2018- મુખ્ય સેવિકાની પરીક્ષા, 2018- નાયબ ચિટનીસની પરીક્ષા, 2018- લોક રક્ષક દળ, 2019- બિન સચિવાલય ક્લાર્ક 2021- હેડ ક્લાર્ક, 2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 2021- સબ-ઓડિટર, 2022-વનરક્ષક, 2022- જૂનિયર કલાર્કના પેપર ફૂટી ગયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch