Thu,25 April 2024,10:29 pm
Print
header

આ ખેડૂત મહિલાએ પહેલા રાખડી બનાવી હવે ગોબરના ગણપતિ, વિસર્જન બાદ બનશે ખાતર

જૂનાગઢઃ કોયલી ગામે એક મહિલા અને તેમની ટીમે રક્ષાબંધન પર ગાયના ગોબરમાંથી રાખડીઓ બનાવીને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો હતો. હવે ગણેશોત્સવમાં લોકો ગણપતિની સ્થાપના કરતાં હોય છે તો આ ખેડૂત મહિલાએ ગોબરના ગણપતિ બનાવ્યાં છે. આ મહિલા ખેતી અને પશુપાલનથી લાખો રૂપિયાની કમાણી કરે છે, ગોબરના ગણપતિ ઘરમાં જ પોતાના ક્યારામાં કે તુલસીના કુંડામાં વિસર્જન કરી શકાય છે. વિસર્જન બાદ તે ખાતર તરીકેનું કામ કરશે. હાલ જૂનાગઢમાં ગોબરના ગણપતિની ખૂબ માંગ વધી છે.

ભાવનાબેન ત્રાંબડીયાનીકોયલી ગામે ગૌશાળા આવેલી છે. તેમની પાસે 40 જેટલી ગીર ગાયો છે.ગૌશાળામાંથી નીકળતાં છાણ અને ગૌમુત્રનો તેઓ પૂરેપુરો ઉપયોગ કરે છે. ખાતરનું વેચાણ કરે છે. ગાયનું જે ગોબર નીકળે છે તેને સુકવીને તેને ચાળીને તેનો પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને લોટની જેમ બાંધીને ગણપતિની ડિઝાઈન બનાવવામાં આવે છે. આ ગણપતિ ઈકોફ્રેન્ડલી છે. ભાવનાબેન ખેતરનું અને ઘરકામ પતાવીને ગોબરના ગણપતિ બનાવે છે. તેમને પહેલા 100 ગણપતિ બનાવ્યાં હતા જે વેચાઈ ગયા છે. નાની મોટી સાઈઝના ગોબરના ગણપતિ 300 થી 500 રૂપિયા પ્રતિ મૂર્તિના ભાવે વેચાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch