માંગરોળ: જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક શરમજનક ઘટના સામે આવી. એક નરાધમ કૌટુંબિક કાકાએ પોતાની જ ભત્રીજીને હવસનો શિકાર બનાવી, બળજબરીથી લગ્ન કર્યા અને ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પીડિતાની વાડી નજીક જ રહેતા તેના કૌટુંબિક કાકાએ એકાંતનો લાભ લઈ ભત્રીજી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાના નગ્ન ફોટા પાડી લીધા હતા અને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. આ ધમકીના ડરે પીડિતા લાંબા સમય સુધી મૌન રહી, જેનો ફાયદો ઉઠાવી કાકા અવારનવાર તેનું શારીરિક શોષણ કરતો રહ્યો.
આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી પોતે પરિણીત અને સંતાનવાળો હોવા છતાં તેણે યુવતીને પોતાની જાળમાં ફસાવી રાખવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. કાયદો અને સમાજની આંખમાં ધૂળ નાખી તેણે કૌટુંબિક ભત્રીજી સાથે લગ્ન પણ કરી લીધા હતા.
આરોપીના સતત શોષણને કારણે ચાર વર્ષ પહેલાં પીડિતાને બે માસનો ગર્ભ રહી ગયો હતો. પોતાનું પાપ છુપાવવા માટે આરોપીએ યુવતી પર દબાણ કર્યું અને કોઈને પણ જાણ કર્યા વગર બળજબરીથી તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આ અત્યાચારથી કંટાળેલી પીડિતાએ આખરે હિંમત ભેગી કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કાકાને દબોચી લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
મોરબીમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં, 50થી વધુ ટ્રેક્ટરો સાથે 700 ખેડૂતોની વિશાળ રેલી | 2026-06-10 18:20:59
રાજકોટમાં રમતી વખતે 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં | 2026-06-08 17:53:28
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત | 2026-06-05 18:36:57
રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ | 2026-06-05 18:12:32