જૂનાગઢઃ જિલ્લાના નવ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. લાંબા વિરામ બાદ અહીં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યા હતો વહેલી સવારથી ફરીથી વરસાદ શરૂ થયો છે સતત વરસી રહેલા વરસાદને કારણે પાકોને નવું જીવન મળ્યું હોવાથી ખેડૂતોમાં હાશકારો થયો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 9 ઇંચ, માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે, બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
તાલુકાઓમાં રાત્રિના 12થી સવારે 6 વાગ્યા સુધીમાં માંગરોળમાં 5 ઇંચ, માળિયાહાટીનામાં 1.5 ઇંચ, કેશોદમાં 1.5 ઇંચ, જૂનાગઢમાં 1.5 ઇંચ, ભેંસાણમાં અડઘો ઇંચ, મેંદરડામાં 2.5 ઇંચ, માણાવદરમાં અડઘો ઇંચ, વંથલીમાં 1.5 ઇંચ, વિસાવદરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માંગરોળ શહેર અને પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.અનેક ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ભરાયાની સાથે વોકળા-નદીઓમાં નવા નીર વહેતા થયા છે. માળિયાહાટીના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીની મબલક આવકને પગલે તાલુકાની વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા મગફળીના પાકને જીવતદાન મળ્યું હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29