જૂનાગઢઃ જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સગી જનેતા દ્વારા પોતાની 6 વર્ષની માસૂમ દીકરી પર અમાનવીય અત્યાચાર ગુજારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ જિલ્લા બાળ સુરક્ષા કલ્યાણ વિભાગે તાત્કાલિક એક્શન લઈ માતા સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.
પ્રાથમિક તપાસ અનુસાર, ગર્ભવતી મહિલા હોસ્પિટલથી ઘરે પરત ફરી ત્યારે 6 વર્ષની બાળકીથી પથારીમાં પેશાબ થઈ ગયો હતો. આ સામાન્ય બાબતે ઉશ્કેરાયેલી માતાએ મોબાઈલના ડેટા કેબલ અને રોટલી બનાવવાના વેલણ વડે બાળકીને નિર્દયતાથી ફટકારી હતી.
બાળકીની ચીસો સાંભળી પાડોશીઓ બચાવવા દોડ્યા ત્યારે માતાએ શરમ અનુભવવાને બદલે આ અમારા ઘરનો મામલો છે કહીને ઝઘડો કર્યો હતો. સમગ્ર ઘટના પાડોશીએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી.વાયરલ વીડિયોને આધારે ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ સ્થળ પર પહોંચી હતી. બાળકીના મોં, પીઠ અને પગના ભાગે ઈજાના ઊંડા નિશાનો જોઈ અધિકારીઓ પણ દ્રવી ઊઠ્યા હતા. બાળકીએ ડરતા ડરતા ટીમ સમક્ષ માતાના અત્યાચારની આપવીતી જણાવી હતી.
બાળ સુરક્ષા વિભાગ દ્વારા 112 નંબર પર જાણ કરી પોલીસની મદદ મેળવાઈ હતી અને માતા સામે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી હતી. બાળકીને હાલ સુરક્ષિત રીતે 'શિશુ મંગલ' સંસ્થામાં આશ્રય અપાયો છે. આગળની કાર્યવાહી માટે પરિવારને બાળ કલ્યાણ સમિતિ (CWC) અને સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17