Fri,19 April 2024,7:33 am
Print
header

ભાજપના જુગારી કોર્પોરેટર ઝડપાયા, જૂનાગઢમાં જુગાર રમતા 8 લોકોની ધરપકડ

જૂનાગઢઃ શ્રાવણમાં જુગારીઓ પોતાની આદત છોડતા નથી અને હવે નેતાઓ પણ આવા ધંધા કરી રહ્યાં છે, જૂનાગઢમાં જુગાર રમતા 8 લોકોને પોલીસે બાતમીને આધારે ઝડપી લીધા છે. જોષીપુરા-ખલીલપુર રોડ નજીક એક મકાનમાં દરોડા દરમિયાન જૂનાગઢના વોર્ડ નંબર- 4ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ ઉર્ફે લાલો ધીરૂભાઈ પોશીયાને ઝડપી લેવામાં આવ્યાં છે.

જ્યાં દરોડા પાડવામાં આવ્યાં છે તે મકાન પણ આ કોર્પોરેટરનું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે અહીંથી મોબાઇલ અને રોકડ સહિત 2.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભાજપ નેતા જુગાર રમતા ઝડપાયા બાદ પાર્ટીએ નીચુ જોવાનો વારો આવ્યો છે અગાઉ પણ ભાજપના નેતાઓ દારૂ અને જુગારમાં ઝડપાઇ ચુક્યા છે. હવે જોવું રહ્યું કે ભાજપ તેના આ જુગારી કોર્પોરેટર સામે શું કાર્યવાહી કરે છે. નોંધનિય છે કે પોલીસ દ્વારા શ્રાવણ મહિનામાં જુગારીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch